ગ્રાહકોને રોજ મળશે 2GB ફ્રી ડેટા: JIO એ આકાશનાં લગ્નની ઉજવણી ચાલુ કરી
ટેલિકોમ માર્કેટમાં મોબાઇલ ઇન્ટરનેટની સસ્તા દર અને ફ્રી વોઇસ કોલિંગથી ધમાલ મચાવનાર રિલાયન્સ જિયો (Reliance Jio) એ પોતાના યુઝર્સ માટે હોળી પ્રસંગે મોટી ઓફર રજુ કરી છે
Trending Photos
નવી દિલ્હી : ટેલિકોમ માર્કેટમાં મોબાઇલ ઇન્ટરનેટની સસ્તા દર અને ફ્રી વોઇસ કોલિંગથી ધમાલ મચાવનાર રિલાયન્સ જિયો (Reliance Jio) એ પોતાના યુઝર્સ માટે હોળી પ્રસંગે મોટી ઓફર રજુ કરી છે. શરૂઆતમાં જિયોએ ફ્રી ઇન્ટરનેટ અને વોઇસ કોલિંગની સુવિધા આપી હતી, પરંતુ ગત્ત 2 વર્ષથી જીયોએ તેના માટે ચાર્જ વસુલવાનું ચાલુ કરી દીધું છે. હવે બે વર્ષ બાદ ફરીથી જીયો પોતાનાં ગ્રાહકોને ફ્રી ડેટા આપી રહ્યું છે. Reliance Jioએ પોતાનાં યુઝર્સ માટે જિયો સેલિબ્રેશન Jio Celebration Pack લઇને આવ્યું છે.
ચાર દિવસ સુધી મળશે ફ્રી ડેટા
કંપની આ સેલિબ્રેશન પૈક એનિવર્સરીના પ્રસંગે લઇને આવી છે. ગત્ત વર્ષે પહેલીવાર એનિવર્સરી પર જિયોની તરફથી સેલિબ્રેશન પેક રજુ કર્યું હતું. આ વખતે ફરી કંપની નવા ફાયદા સાથે સેલિબ્રેશન પેક રજુ કરવામાં આવ્યું હતું. આ વખતે કંપની નવા ફાયદા સાથે સેલિબ્રેશન પેક લઇને આવ્યા છે. આ વખતે જિયો યુઝરને કોઇ પ્રકારનું પેક લઇને આવ્યા છે. આ વખતે જિયો સેલિબ્રેશન પેક હેઠળ યુઝરને ચાર દિવસ સુધી રોજિંદી રીતે 2 GB 4G ડેટા ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. જેના માટે યુઝરને કોઇ પ્રકારનું પેમેન્ટ નથી કરવાનું. 14 માર્ચથી ચાલુ થયેલી આ ઓફરનો ફાયદો તમે 17 માર્ચ સુધીમાં ઉઠાવી શકે છે. ચાર દિવસ ચાલનારી આ ઓફરમાં યુઝરને કુલ 8GB 4G ડેટા મળશે.
જીયો તરફથી ચાલુ કરવામાં આવેલી આ ઓફર માત્ર જિયોના પ્રાઇમ મેંબર્સને મળશે. સેલિબ્રેશન પેક હેઠળ પ્રાઇમ મેંબર્સના એકાઉન્ટમાં રોજિંદા 2GB ડેટા ઓટોમેટિક ક્રેડિટ થઇ રહ્યું છે. તે ચાર દિવસ સુધી થશે. જો તમે પણ પોતાનાં ફોનમાં ફ્રી ડેટાને ચેક કરવા માંગો છો તો જિયોમાં જઇને ચેક કરી શકો છો. અહીં તમે જોઇ શકો છો કે તમારા એકાઉન્ટમાં ફ્રી ડેટા ક્રેડિટ થયા કે નહી. સૌથી પહેલા પોતાના મોબાઇલમાં જિયો એપ એપન કરો. એપની ડાબી તરફ અપાયેલા હેમબર્ગર મેન્યુ પર ટેપ કરો.
ત્યાર બાદ માય પ્લાન્સ સેક્શન આવશે, તમારા એકાઉન્ટ પર કોમ્પિમેન્ટ્રી ડેટા પ્લાન એક્ટિવ થયા બાદ તમારે ત્યાં જિયો સેલિબ્રેશન પેક દેખાશે. અહીં પ્લાનની એક્સપાયરી ડેટ સાથે 2GB ડેટા ઉપલબ્ધ થશે. આ પેકમાં જિયો તરફથી માત્રે ફ્રી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેમાં કોઇ પ્રકારનાં ફ્રી કોલિંગ અથવા મેસેજ સુવિધા નથી મળી રહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે