સિંધિયાનો કોંગ્રેસ પર કટાક્ષ, બોલ્યા- પાર્ટીમાં યોગ્યતાની કોઈ જગ્યા નથી
Jyotiraditya Scindia on Congress: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટક પર ભાજપના રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યુ કે, કોંગ્રેસમાં યોગ્યતાને કોઈ સ્થાન નથી.
Trending Photos
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ જારી છે. આ વચ્ચે પૂર્વ કોંગ્રેસ નેતા અને વર્તમાનમાં ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં યોગ્યતા માટે કોઈ સ્થાન નથી. તેને દરેક રાજ્યમાં જોઈ શકાય છે.
કમલનાથ પર સિંધિયાનો વાર
કોંગ્રેસ પર નિશાન સાધતા સિંધિયાએ કહ્યુ કે, જ્યારે કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની પાસે કોરોના વાયરસ પર એક બેઠક આયોજીત કરવાનો સમય નહતો. પરંતુ તેમની પાસે આઈફા એવોર્ડ માટે ઈન્દોર જવાનો સમય હતો. સિંધિયાએ આગળ કહ્યુ કે, 23 માર્ચે એક સેનાની (શિવરાજ સિંહ ચૌહાણ)ની સામે આવીને પોતાના હાથમાં રાજ્યની કમાન સંભાળી અને એકલા હાથે મહામારીનો સામનો કર્યો.
In present circumstances, there is no place for ability in the Congress party. This can be seen in every state: Jyotiraditya Scindia, BJP on political crisis in #Rajasthan pic.twitter.com/VNIHo3GIvg
— ANI (@ANI) July 14, 2020
પાયલટના ભાજપમાં સામેલ થવા પર આ બોલ્યા શેખાવત
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને રાજસ્થાનના કદ્દાવર નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે સચિન પાયલટના ભાજપમાં સામેલ થવાના સામેલ પર કહ્યુ કે, પાર્ટીી સ્થાપના બાદથી ઘણા લોકોએ તેને જોઈન કરી છે. આ કારણે ભાજપ આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. આજે કોઈ પણ અમારી વિચારધારાને માને છે અને પાર્ટીમાં સામેલ થવા ઈચ્છે છે ચોક્કસપણે તેનું ખુલ્લા હાથે સ્વાગત કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે