મોરબી: કોરોનાના વધી રહેલા સંક્રમણના પગલે લારીઓ બંધ કરવા કલેક્ટરનું જાહેરનામું
Trending Photos
મોરબી : શહેર અને જીલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગઈકાલ સુધીમાં જીલ્લામાં ૧૨૯ કકોરોનાના કેસ નોંધાઈ ગયા છે, ત્યારે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને જીલ્લાની અંદર ચા-નાસ્તાની લારીઓને આગામી ૩૧ તારીખ સુધી બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી બેકાર બેઠલા નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે ત્યારે વધુ ૨૦ દિવસ સુધી લારીઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હોવાથી વેપારીઓએ એવો સવાલ ઉઠાવ્યો છે કે શું કોરોના માત્ર લારીઓએથી જ ફેલાઈ છે.
છેલ્લા દિવસોમાં કોરોનાનો કહેર સમગ્ર રાજ્યની અંદર વધ્યો છે અને મોટાભાગના જીલ્લાની અંદર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આવી જ રીતે મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકાની અંદર કુલ મળીને અત્યાર સુધીમાં ૧૨૯ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુકયા છે. તે પૈકીના ૭ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.
દરમિયાન મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા ગઈકાલે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં તેમણે મોરબી શહેર અને જીલ્લાની અંદર આવેલ ચા-નાસ્તાની લારીઓને બંધ કરવાનો આદેશ કરેલ છે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિએ પાન-માવા તમાકુનું જાહેરમાં સેવન કરવાનું નથી તેના ઉપર પ્રતિબંધ છે તેવી જ રીતે પાન માવાની દુકાનેથી પાર્સલ સુવિધા રાખવા માટે અને બે થી વધુ લોકો ભેગા ન થયા તે માટે હુકમ કરવામાં આવ્યો છે.
જો કોઇ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જો કે છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી નાસ્તાની લારીઓ રાખીને વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓની સ્થિતિ હાલમાં દયનીય બની છે. બીજ ધંધા ચાલુ રહે તો કોરોનાના ન ફેલાઈ અને લારીઓ ચાલુ થાય તો કોરોના કેવી રીતે ફેલાઈ તે સૌથી મોટો પ્રશ્ન છે. જેથી નાના વેપારીઓનું વિચારીને અન્ય ધંધાની જેમ નાસ્તા અને ચા ની લારીઓ વાળાને પણ પાર્સલ સુવિધામાં વેપાર કરવાની છૂટ આપવામાં આવે તેવી વેપારીઓએ લાગણી વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે