મધ્યપ્રદેશ ચૂંટણી 2018: રાજકીય રસાકસી વચ્ચે કોંગ્રેસી નેતાઓ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા
બુધવારે સવારે તમામ 230 વિધાનસભા સીટોનાં પરિણામ આવી ગયા છે, કોંગ્રેસ 114, ભાજપ 109 અને બસપાને 2 તથા સમાજવાદી પાર્ટીને 1 સીટ મળી છે જ્યારે અન્યોનાં ખાતામાં 4 સીટ ગઇ છે
Trending Photos
નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં હાલ રાજકારણ ભારે ગરમાઇ ગયું છે. મધ્યપ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભાના કારણે હાલ ભાજપ અને કોંગ્રેસ બંન્ને સરકાર રચવાનાં દાવાઓ કરી રહી છે. જેનાં પગલે અસમંજસની પરિસ્થિતી પેદા થઇ છે. આ રાજકીય ગરમા ગરમી વચ્ચે કમલનાથ હવે રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા છે. કમલનાથ, સિંધિયા અને દિગ્વિજયસિંહ રાજભવનમાં રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે મોડી રાત્રે જ સરકાર રચવાનો દાવો રજુ કર્યો હતો. રાજ્યપાલને મળવા માટેનો સમય પણ માંગ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તમામ 230 સીટોનાં પરિણામ બાદ 114 સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જો કે સ્પષ્ટ બહુમતી કોઇ પણ પક્ષ પાસે નથી. ત્યારે બસપાએ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં બસપાને બે સીટો પર જીત પ્રાપ્ત થઇ છે. આ પ્રકારે રાજ્યમાં કોંગ્રેસને બસપાના સમર્થનથી બહુમતનો 116 સીટોનો જાદુઇ આંકડો પ્રાપ્ત થઇ ચુક્યો છે. હવે તે સરકાર બનાવવાનો દાવો રાજ્યપાલની સામે રજુ કરી શકે છે.
બસપા પ્રમુખ માયાવતીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે.
બુધવારે માયાવતીએ કહ્યું કે, ભાજપ સત્તામાં આવવા માટે જોડતોડના પ્રયાસો કરી રહી છે. જો કે હું ક્યારે પણ તેમના ઇરાદઓ પુરા નહી થવા દઉ. કોંગ્રેસની નીતિઓ સાથે સંમતી નહી દર્શાવતા બસપા મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું સમર્થન કરશે. જો રાજસ્થાનમાં પણ કોંગ્રેસને સમર્થનની જરૂર પડશે તો બસપા રાજસ્થાનમાં પણ કોંગ્રેસને સમર્થન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ વિધાનસભા 2018નાં પરિણામોનાં કારણે એક તરફ કોંગ્રેસ માટે છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલ વનવાસ ખતમ થવા તરફ ઇશારો કર્યો છે ત્યારે ભાજપ માટે આ પરિણામ કોઇ રાજનીતિક હાર તરીકે ન હોઇ માત્ર એક પાઠ તરીકે છે. 230 સીટમાંથી કોંગ્રેસનાં ખાતામાં 114 સીટો આવી છે. રાજ્યમાં સત્તાધારી ભાજપને 109 સીટો મળી છે. બસપાને 2 સીટો મળી છે. સમાજવાદીને 1 તથા 4 સીટો અન્યનાં ખાતામાં ગઇ છે. મધ્યપ્રદેશનાં પરિણામો પરથી તે સપ્ષ્ટ થાય છે કે રાજ્યમાં કોઇ પણ રાજનીતિક દળને બહુમતી નથી મળી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે