કપિલ અને ગિન્નીની લવ સ્ટોરી છે ખુબ રસપ્રદ, આ રીતે કર્યું હતું પ્રપોઝ
Trending Photos
નવી દિલ્હી : પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા 12 ડિસેમ્બરે પોતાની ગર્લફ્રેંડ ગિન્ની ચતરથ સાથે લગ્નના બંધનથી બંધાવા જઇ રહ્યા છે. આ વાતની માહિતી કપીલ શર્માએ પોતાના સોશિયલ મીડિયા થકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા અને ગિન્ની ચતરથની લવ સ્ટોરી ખુબ જ રસપ્રદ છે. હાલમાં જ બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરતા કપિલે કહ્યું કે, ગિન્ની ખુબ જ આધ્યાત્મિક છે અને તે ખુબ જ પુજાપાઠ કરે છે. તે કપિલ માટે પણ દુવા માંગે છે અને તેના ભલા માટે ગિન્ની હંમેશા કપિલના આસપાસ રહે છે.
કપિલે કહ્યું કે, તેઓ હંમેશા પણ તે જ કરશે. જેવું ગિન્ની કહેશે, કારણ કે કપિલને ખબર છે કે ગિન્ની હંમેશા સાચી હોય છે. હંમેશા તે હોશમાં ડિસીઝન લેતી હોય છે. પોતાની અને ગિન્નીની પહેલી મુલાકાત અંગે કપિલે જણાવ્યું કે, ગિન્ની જાલંધરના એચએમવી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તેઓ એપીજે કોલેજમાં અભ્યાસ કરતા હતા. કપિલનાં પોકેટ મની માટે પ્લે ડાયરેક્શન ચાલુ કર્યું અને આ દરમિયાન એક ઓડિશનમાં 2005માં તેની મુલાકાત ગિન્ની સાથે થઇ હતી.
હાલમાં જ પોતાનાં લગ્નના મુદ્દે ખુલાસો કરતા કપિલે કહ્યું હતું, લગ્ન 12 ડિસેમ્બરે જાલંધરમાં હશે. આ ગિન્નીનું ગૃહનગર છે. અમે તેને ખુબ જ સાદી રીતે કરવા માંગતા હતા, જો કે ગિન્ની પોતાનાં પરિવારની એકમાત્ર પુત્રી છે, તો તે લોકો આ લગ્ન ધુમધામ સાથે કરવા માંગે છે. હું તેમની ભાવનાઓને બખુબી સમજુ છું. મારી માં પણ મારા લગ્ન ભવ્ય રીતે કરવા માંગે છે.
કપિલે યાદ કરતા કહ્યું કે, તેમનાં મોટા ભાઇના લગ્ન એખ સાદા સમારંભમાં થઇ હતી. તેમણે કહ્યું કે, જ્યારે મારા ભાઇનાં લગ્ન થયા હતા, ત્યારે મારાા આવક વધારે નહોતી. જેથી અમે ખુબ જ સાદાઇથી આ લગ્ન કર્યા હતા. જો કે મારી બહેનનાં લગ્ન ખુબ જ ધુમધામથી કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે