ભારત-પાકિસ્તાન મહામુકાબલા પહેલા વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય, સાથી ખેલાડીઓ જોતા રહી ગયા!
Virat Kohli : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા એન્ડ કંપનીએ તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ટીમનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે, જેમાં થોડા કલાકો જ બાકી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મોટો નિર્ણય લીધો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા એન્ડ કંપનીએ તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ટીમનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે, જેમાં થોડા કલાકો જ બાકી છે.
23મી ફેબ્રુઆરીએ દુબઈમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મહામુકાબલાની લડાઈ જોવા માટે ચાહકો પણ ઉત્સાહિત છે. આ હાઈવોલ્ટેજ મેચ પહેલા જ બાંગ્લાદેશ સામેની મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મોટો નિર્ણય લીધો હતો.
વિરાટ કોહલી હાલમાં પોતાના ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. ચાહકોને આશા હતી કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું બેટ બોલશે, પરંતુ બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં તેણે ચાહકોને નિરાશ કર્યા. આ સ્ટાર બેટ્સમેન માત્ર 22 રન બનાવી શક્યો હતો.
ત્યારે વિરાટ કોહલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા પોતાની બેટિંગ પ્રેક્ટિસને લઈને મોટો નિર્ણય લીધો હતો. આ મોટી મેચની પૂર્વ સંધ્યાએ વિરાટ કોહલી નિર્ધારિત સમય કરતાં 90 મિનિટ પહેલા જ ટ્રેનિંગ માટે પહોંચી ગયો હતો. કોહલી સહાયક કોચ અભિષેક નાયર સાથે કારમાં મેદાનમાં પ્રવેશતો જોવા મળ્યો હતો.
ભારતનું પ્રેક્ટિસ સત્ર સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગ્યે (ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે) શરૂ થવાનું હતું, જ્યારે કોહલી બપોર પહેલા સ્થળ પર પહોંચી ગયો હતો.
કોહલીના આ નિર્ણયથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે ભલે તે પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હોય, પરંતુ તેની રન બનાવવાની ભૂખ ઓછી થઈ નથી. કોહલી સ્થાનિક નેટ બોલરો સાથે નેટ્સમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
Trending Photos