મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી, મહાશિવરાત્રિના દિવસે અંતિમ સ્નાન
ઉત્તર પ્રદેશ સરકારે શનિવારે કહ્યું- મહાકુંભ મેળામાં અત્યાર સુધી 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલ મહાકુંભ 26 ફેબ્રુઆરી શિવરાત્રિના દિવસે સંપન્ન થશે.
Trending Photos
પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભના મેળામાં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 60 કરોડને પાર પહોંચી ગયો છે. શનિવારે લગભગ 1 કરોડથી વધાર શ્રદ્ધાળુઓે આસ્થાની ડૂબકી લગાવી... મહાકુંભનું છેલ્લું સ્નાન મહાશિવરાત્રિના દિવસે થશે... જેમાં 4 દિવસ બાકી છે... પરંતુ તેની પહેલાં દેશની અડધી વસ્તી સંગમમાં પુણ્યની ડૂબકી લગાવી ચૂકી છે... ત્યારે અંતિમ સ્નાન માટે યોગી સરકારની કેવી તૈયારી છે?... જોઈશું આ અહેવાલમાં...
મહાકુંભના ઐતિહાસિક 41 દિવસ
60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓની ડૂબકી
દરરોજ 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
અંતિમ સ્નાનના દિવસે બની શકે છે મોટો રેકોર્ડ
આ આંકડો પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભના મેળાનો છે... જે દર્શાવે છે કે દેશની અડધી વસ્તી સંગમમાં પુણ્યની ડૂબકી લગાવી ચૂકી છે... અને હજુ પણ કુંભનગરીમાં શ્રદ્ધાળુઓના આગમનનો સિલસિલો યથાવત છે...
13મી જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભનો મેળો 26મી ફેબ્રુઆરીએ પૂર્ણ થશે... એટલે કે હવે મહાકુંભના મેળામાં મહાસ્નાન માટે 4 દિવસ બાકી છે... પરંતુ જે રીતે શ્રદ્ધાળુઓ નિરંતર પ્રયાગરાજ આવી રહ્યા છે તેનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુશ છે... અને તેમણે જાહેરમાં સંબોધન કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશની ક્ષમતા શું છે તે મહાકુંભના મેળાએ સાબિત કરી દીધી છે...
અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમા પણ મહાકુંભમાં આવવાથી પોતાની જાતને રોકી ન શક્યા... તેમણે શુક્રવારે પોતાના પરિવાર સાથે મહાકુંભમાં ડૂબકી લગાવી અને ધન્યતાનો અનુભવ કર્યો...
મહાકુંભના મેળાનું અંતિમ સ્નાન મહાશિવરાત્રિ એટલે 26 ફેબ્રુઆરીના રોજ થશે... દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દિવસે તમામ રેકોર્ડ તૂટી શકે છે... કેમ કે...
પોષ પૂનમના દિવસે 1 કરોડ 70 લાખ શ્રદ્ધાળુ આવ્યા...
મકર સંક્રાંતિએ 3 કરોડ 50 લાખ શ્રદ્ધાળુ પહોંચ્યા...
મૌની અમાસના દિવસે 7 કરોડ 64 લાખ શ્રદ્ધાળુ આવ્યા...
વસંત પંચમીના દિવસે 2 કરોડ 57 લાખ શ્રદ્ધાળુ પહોંચ્યા...
માઘ પૂનમના દિવસે 2 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યુ....
હવે મહાશિવરાત્રિનું સ્નાન બાકી છે... અને મહાકુંભ સમાપનના છેલ્લા અઠવાડિયામાં છે... એવામાં અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વીકેન્ડ પર સૌથી વધારે શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી શકે છે... જેના માટે યોગી સરકાર તરફથી તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે