Kisan Mahapanchayat: છાવણીમાં ફેરવાયું કરનાલ, આ 5 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મહાપંચાયત કર્યા બાદ હવે ખેડૂત સંગઠન આજે હરિયાણાના કરનાલમાં મહાપંચાયત કરી રહ્યા છે. જેને જોતા પ્રશાસને કરનાલ સહિત 5 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે તથા કલમ 144 લાગુ કરી છે.

Kisan Mahapanchayat: છાવણીમાં ફેરવાયું કરનાલ, આ 5 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મહાપંચાયત કર્યા બાદ હવે ખેડૂત સંગઠન આજે હરિયાણાના કરનાલમાં મહાપંચાયત કરી રહ્યા છે. જેને જોતા પ્રશાસને કરનાલ સહિત 5 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે તથા કલમ 144 લાગુ કરી છે. ખેડૂતોની મહાપંચાયતને જોતા કરનાલ છાવણીમાં ફેરવાયું છે. ઠેર ઠેર પોલીસ તૈનાત કરાઈ છે. અત્રે જણાવવાનું કે કરનાલમાં 28 ઓગસ્ટના રોજ ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ વિરુદ્ધ ખેડૂતોએ મહાપંચાયત બોલાવી છે. 

આ 5 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ
કરનાલમાં લઘુ સચિવાલયના ઘેરાવ કાર્યક્રમ પહેલા જ પ્રશાસને જિલ્લામાં લોકોના જમા થવા પર પ્રતિબંધ મૂકી દીધો. કિસાનોની મહાપંચાયતને જોતા કરનાલ સાથે જોડાયેલા જિલ્લાઓ કુરુક્ષોત્ર, કેથલ, જીંદ અને પાનીપતમાં મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ 7 સપ્ટેમ્બર રાત સુધી સસ્પેન્ડ કરાઈ છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ હરિયાણા સરકારે સોશિયલ મીડિયા દ્વારા ખોટી સૂચના અને અફવાઓના પ્રસાર પર કાબૂ મેળવવા માટે કરનાલ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સોમવાર બપોરે 12.30 વાગ્યાથી લઈને મંગળવારે મધરાત સુધી  બંધ રહેશે. 

આદેશમાં કહેવાયું છે કે મોબાઈલ પર SMS વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા મંચોથી ખોટી સૂચના અને અફવાઓના પ્રસારને કાબુમાં લેવા માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો છે. જેમાં કહેવાયું છે કે હરિયાણાની તમામ દૂરસંચાર સેવા કંપનીઓને આદેશનું પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ અપાય છે. ત્યારબાદ અન્ય એક આદેશમાં કહેવાયું કે કરનાલ સાથે જોડાયેલા ચાર અન્ય જિલ્લાઓમાં પણ મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. 

સુરક્ષાદળોની 40 કંપનીઓ તૈનાત
કિસાન મહાપંચાયતને જોતા કરનાલમાં 30 કંપનીઓ તૈનાત કરાઈ છે અને રિઝર્વ પોલીસના જવાનો પણ તૈનાત છે. જેમાં કેન્દ્રીય સુરક્ષાદળોની 10 ટુકડીઓ પણ સામેલ છે. આ ઉપરાંત ડ્રોનની મદદ પણ લેવાઈ રહી છે અને વીડિયોગ્રાફી થઈ રહી છે. 

કેવી છે ખેડૂતોની તૈયારી?
હરિયાણા ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ગુરુનામ સિંહ ચઢૂનીએ કહયું કે તેમણે પોતાની માગણીઓ પૂરી કરવા માટે પ્રશાસનને 6 સપ્ટેમ્બર સુધીની ડેડલાઈન આપી હતી. તેમણે કહ્યું કે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે સોમવારે  બેઠક થઈ. પરંતુ તેમની માગણીઓ વિશે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી ત્યારબાદ મંગળવારે સવારે વિશાળ પંચાયત બોલાવવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્વક પ્રદર્શન કરીશું પરંતુ જો પ્રશાસન અમને રોકશે તો અમે બેરિકેડ તોડી નાખીશું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય રાજમાર્ગને બાધિત કરવાનો ખેડૂતોનો કોઈ પ્લાન નથી. 

ફરી થશે ખેડૂતો અને પ્રશાસનની વાતચીત
કિસાન મહાપંચાયત બાદ લઘુ સચિવાલય જતા પહેલા ખેડૂતો અને પ્રશાસન વચ્ચે ફરી એકવાર વાત થશે. જ્યાં સુધી શક્ય બનશે શાંતિપૂર્ણ રીતે જ બધુ પતે તેવું કરાશે. જો કે લો અને ઓર્ડર ન બગડે તે માટે પણ પોલીસની તૈનાતી છે અને સામાન્ય જનજીવનને અસર ન પડે તેની જવાબદારી પણ પોલીસને અપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news