દિલ્હી સરકારની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાસીઓની જ થશે સારવાર: અરવિંદ કેજરીવાલ
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા કરાયેલા દાવા ફેલ થતા જોવા મળી રહ્યાં છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે અને હોસ્પિટલોમાં પણ યોગ્ય સારવારના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. સંક્રમણને ફેલાતું અટકાવવામાં દિલ્હીની કેજરીવાલ સરકાર સતત નિષ્ફળ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીના મૂળ લોકોની જ સારવાર થશે. જ્યારે બાકીના લોકોએ સારવાર કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં કરાવવી પડશે.
ભેદભાવ કરવાનો આરોપ
દિલ્હીમાં જે વ્યક્તિ બહારથી અભ્યાસ કે કામ માટે આવ્યો છે અને જો કોઈ કારણસર તે કોરોનાની ઝપેટમાં આવી જાય તો તેણે અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. અરવિંદ કેજરીવાલના આ નિર્ણયથી રાજકીય પક્ષો કેજરીવાલ સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ નિર્ણય તેમણે વિશેષજ્ઞોની સમિતિની ભલામણ પર લીધો છે.
#WATCH Delhi hospitals will be available for the people of Delhi only, while Central Govt hospitals will remain open for all. Private hospitals except those where special surgeries like neurosurgery are performed also reserved for Delhi residents: CM Arvind Kejriwal #COVID19 pic.twitter.com/D47nRhXaUZ
— ANI (@ANI) June 7, 2020
જાણો મુખ્ય કારણ
કેજરીવાલના જણાવ્યાં મુજબ કમિટીનું કહેવું છે કે હાલ દિલ્હીની હોસ્પિટલો દિલ્હીવાસીઓ માટે જોઈએ. બહારવાળાઓ માટે નહીં. જો દિલ્હી સરકારની હોસ્પિટલો બહારના લોકો માટે ખોલી નાખવામાં આવી તો 3 દિવસમાં બધા બેડ ભરાઈ જશે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારની કેબિનેટે આ નિર્ણય લીધો છે.
કેટલો વિવાદાસ્પદ નિર્ણય
અત્રે જણાવવાનું કે હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસ જેવી જીવલેણ મહામારી ફેલાઈ રહી છે. લગભગ તમામ રાજ્યો તેની ઝપેટમાં છે. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં સામેલ છે. કહેવાય છે કે અરવિંદ કેજરીવાલનો આ નિર્ણય તેમની દિલ્હીની વોટબેંકને ખુશ કરવા માટેની કૂટનીતિ છે. તેનાથી બહારથી આવેલા લોકોને ખુબ સમસ્યાઓ થશે. કેજરીવાલે આ નિર્ણયને લાગુ કરવા માટે જે બહાનુ બનાવ્યું છે તેના ઉપર પણ સવાલ થાય છે.
જુઓ LIVE TV
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ અંગે લોકોના અભિપ્રાય મેળવવામાં આવ્યાં હતાં. જેમાં દિલ્હીના 90 ટકા લોકોએ કહ્યું કે જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી દિલ્હીની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીવાળાઓની સારવાર થાય. તેમણે જણાવ્યું કે 5 ડોક્ટરની એક કમિટી બનાવવામાં આવી હતી. તેમણે પોતાનો રિપોર્ટ આપ્યો. કમિટીએ જણાવ્યું કે દિલ્હીમાં જૂનના અંત સુધીમાં 15000 બેડની જરૂર પડશે. કેજરીવાલ થોડા દિવસો પહેલા એવો દાવો કરી રહ્યાં હતાં કે સમગ્ર દિલ્હીની સારવાર માટે પૂરતા બેડ છે. પરંતુ સમગ્ર દિલ્હીને ભોજન કરાવવાના ખોટા દાવાની જેમ આ દાવો પણ ખોટો સાબિત થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે