ભારત અને રશિયા વચ્ચે S-400 ડીલ અંતિમ તબક્કામાં, અમેરિકાને પરસેવો વળ્યો
જો ભારત રશિયા પાસેથી મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે તો તેણે અમેરિકા દ્વારા પ્રતિબંધની ધમકી ઉચ્ચારવામાં આવી
Trending Photos
નવી દિલ્હી : ભારત અબજો ડોલરનો ખર્ચ કરીને રશિયા પાસેથી S-400 ટ્રાયમ્ફ મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનાં ફાઇનલ સ્ટેજમાં પહોંચી ચુક્યું છે. બીજી તરફ ટ્રમ્પ તંત્રએ શુક્રવારે કહ્યું કે, રશિયાએ આ પ્રકારનાં મોટા સૈન્ય ઉપકરણો ખરીદવાને મહત્વપુર્ણ સોદો માનવામાં આવશે અને તેનાં કારણે અમેરિકા પ્રતિબંધ પણ લગાવી શકે છે. ભારત માટે આ નિવેદન ઘણુ મહત્વનું છે. એવામાં તે સમજવું મહત્વપુર્ણ છે કે અમેરિકા રશિયાની આ મિસાઇલ સિસ્ટમ મુદ્દે આટલું ચિંતિત શા માટે છે ?
સંરક્ષણ જાણકારોનાં અનુસાર અમેરિકા ઇચ્છે છેકે ભારત રશિયા પાસેથી આ એર ડિફેન્સ સિસ્ટમ ન ખરીદે. જાણકારોનાં અનુસાર અમેરિકાની ચિંતા તે વાત મુદ્દે છે કે S-400નો ઉપયોગ અમેરિકી ફાઇટર જેટ સ્ટીલ્થ (ગુપ્ત) ક્ષમતાઓનાં ટેસ્ટ માટે કરવામાં આવી શકે છે. એટલું જ નહી માનવામાં આવે છે કે આ સિસ્ટમથી ભારતને અમેરિકી જેટ્સનો ડેટા મળી શકે છે. અમેરિકાને તે ડર પણ સતાવી રહ્યો છે કે આ ડેટા રશિયા અથવા દુશ્મન દેશોને લીક કરવામાં આવી શકે છે.
કેમ ટેંશનમાં છે અમેરિકા ?
એક સંરક્ષણ માહિતીનાં અનુસાર S-400 સિસ્ટમનો ઉપયોગ ન માત્ર અમેરિકા F-.35S સાથે જોડાયેલા રડાર ટ્રેકર્સની ઓળખ કરવા માટે કરવામાં આવી શકે છે પરંતુ તેમાં એફ-35નાં કોન્ફિગરેશન અંગે પણ સારીએવી માહિતી મળી શકે છે. મળતી માહિતી અનુસાર એફ-35 લાઇટનિંગ 2 જેવા અમેરિકી એરક્રાફ્ટમાં સ્ટીલ્થનાં તમામ ફિચર્સ નથી.
આ પ્રકારનાંપ્લેનને કંઇક એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, આગળનાં રડાર નેટવર્ક પર પકડમાં નથી આવતું. જો કે સાઇડ અને પાછળતી આ એરક્રાફ્ટ સંપુર્ણ પ્રકારે સ્ટીલ્થ નથી. એસ-400 સિસ્ટમની રેડાર એફ-35ને ડિટેક્ટ અને ટ્રેક કરી શકે છે. જો કે ભારતનાં મુદ્દે અમેરિકાને ચિંતિત થવાની જરૂર નથી.
ડિફેન્સ ટેક્નોલોજી ટ્રાન્સફર હોવાનો પણ ડર
સરકારી સુત્રોનું કહેવું છે કે આ ડર અનેચિંતા બેવજહ છે. બારતનો ટ્રેક રેકોર્ડ એવા દેશ પ્રકારનો નથી રહ્યો, જે એક દેશની ડિફેન્સ ટેક્નોલોજી બીજા દેશને ટ્રાન્સફર કરે. અમેરિકા જ નહી વિશ્વનો કોઇ પણ દેશ એવો આરોપ લગાવી શકે તેમ નથી. અમેરિકા ગત્ત ડોઢ દશકથી ભારતનાં સંરક્ષણ ઉપકરણો વેચી રહ્યું છે અને અન્ય કોઇ પણ ટેક્નોલોજી બીજા દેશ સુધી પહોંચી નથી. વાસ્તવમાં રશિયા, અમેરિકા, ફ્રાંસ અને ઇઝરાયેલ પાસેથી સમ્મેલિત રિતે રશિયા પાસેથી મળેલા સૈન્ય ઉપકરણોએ ભારતીય સેના માટે મોટી ભુમિકા નિભાવી છે.
માર્કેટમાં ખોવાઇ રહ્યા છે અમેરિકી સિસ્ટમ
અમેરિકી ચિંતા તે વાત મુદ્દે છે કે ભારત જ નહી ઘણા અન્ય દેશો એસ-400 સિસ્ટમને ખરીદવા માટેની ઇચ્છા વ્યક્ત કીર રહ્યા છે. એવામાં સ્પષ્ટ છે કે અમેરિકાને એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં માર્કેટ શેર ગુમાવી રહ્યું છે. જો કોઇ દેશોને એસ-400 મળે છે તો કોઇ પણ અમેરિકી સિસ્ટમ તેની ટક્કર નહી લઇ શકે. સુત્રોનું કહેવું છે કે અમેરિકી સંરક્ષણ પ્રતિષ્ઠાની ચિંતા એક તરફથ છે કે જો કોઇ દેશ એસ-400 સિસ્ટમ ખરીદે છે અને તેની પાસે અમેરિકી લડાયક વિમાન પહેલાથી જ છે અથવા ખરીદવાની યોજના છે તો તેનાં કારણે વોશિંગ્ટન માટે પડકાર સાબિત થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત રશિયાની વચ્ચે મલ્ટી બિલિયન ડોલરની ડીલ અંતિમ સ્ટેજમાં છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓક્ટોબરનાં પહેલા અઠવાડીયે ભારત- રશિયા સમિટ દરમિયાન કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર થઇ શકે છે.
ચીન પર અમેરિકાનું એક્શન
અમેરિકાએ ચીનની એક મિલિટરી એજન્સી અને તેના નિર્દેશક પર રશિયા પાસેથી સંરક્ષણ પ્રણાલી ખરીદવાનાં આરોપમાં પ્રતિબંધ લાદી દીધો છે. ચીની મિલિટરી એજન્સી પર આ પ્રતિબંધ અમેરિકાનાં એક કાયદાનું ઉલ્લંઘન કરવા માટે લગાવાયો છે. તેના પર આરોપ છે કે અમેરિકી કાયદાનું ઉલ્લંઘન કરીને રશિયાની હથિયાર નિકાસકાર કંપની સાથે ડીલ કરવામાં આવી. અમેરિકાનાં ગૃહમંત્રાલયે અધિકારીઓને જણાવ્યું કે, 2017માં ચીને 10 સુખોઇ, 35 લડાયક વિમાન અને 2018માં એસ-400 જમીનથી હવામાં માર કરનારી મિસાઇલ સિસ્ટમ ખરીદવાની ડીલ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે