ચંદ્રની સપાટીથી 2.1 કિમી દૂર વિક્રમ લેન્ડરનો સંપર્ક તુટ્યો, પીએમ મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી
ચંદ્રયાન-2 આજે રાત્રે 1 કલાક અને 53 મિનિટે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. આ સોફ્ટ લેન્ડિંગનું દૂરદર્શન પર શુક્રવારે મોડી રાત્રે 1 કલાક 10 મિનિટથી સીધું પ્રસારણ કરવામાં આવશે
Trending Photos
નવી દિલ્હીઃ ચંદ્રયાનમાંથી છુટા પડેલા વિક્રમ લેન્ડરનો ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશન સાથે અંતિમ સમય સુધી સંપર્ક હતો. વિક્રમ લેન્ડર અત્યંત સફળતા પૂર્વક અને તેની નિશ્ચિત દિશામાં આગળ વધી રહ્યું હતું. ચંદ્રની સપાટીથી 2.1 કિમી દૂર વિક્રમ લેન્ડરનો ચંદ્રયાન સાથેનો સંપર્ક તુટી ગયો હતો. ઈસરોના વૈજ્ઞાનિકોએ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાનો સતત પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. ત્યાર પછી ઈસરોના વૈજ્ઞાનિકોએ વિક્રમ લેન્ડર પાસેથી મળેલા આંકડાની સમીક્ષા કરી હતી અને અંતે નિર્ણય લીધો કે હવે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થઈ શકે એમ નથી.
વૈજ્ઞાનિકોને નિરાશ જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળવા દોડી આવ્યા હતા. તેમણે ચંદ્રયાન મિશન સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકોને આશ્વાસન આપતા જણાવ્યું કે, જીવનમાં ઉતાર-ચડાવ આવતા રહે છે. નિષ્ફળતાથી નિરાશ થવાનું નથી. તમે બધા લોકોએ ખુબ જ મહેનત કરી છે. દેશ માટે ઘણું કામ કર્યું છે. હવે, ફરી વખત તમે સફળ થશો.
ચંદ્રયાન આજે મોડી રાત્રે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. મોડી રાત્રે 1 કલાક અને 53 મિનિટે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે-સાથે ઓનલાઈન ક્વીઝ સ્પર્ધા દ્વારા ઈસરોએ દેશભરમાંથી પસંદ કરેલા ડઝનબદ્ધ વિદ્યાર્થીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાના છે. આ સોફ્ટ લેન્ડિંગનું દૂરદર્શન પર શુક્રવારે મોડી રાત્રે 1 કલાક 10 મિનિટથી સીધું પ્રસારણ કરવામાં આવશે. તેને ઈસરોની વેબસાઈટ, યુટ્યૂબ, ફેસબૂક અને ટ્વીટર પર પણ પ્રસારિત કરાશે.
ભારત જ્યારે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવશે ત્યારે દરેકની નજર 'વિક્રમ લેન્ડર' અને 'રોવર પ્રજ્ઞાન' પર ટકેલી હશે. 'વિક્રમ' શુક્રવારે મોડી રાત્રે 1.30 વાગ્યાથી 2.30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર 'સોફ્ટ લેન્ડિંગ' કરશે. 'વિક્રમ'ના અંદર રોવર 'પ્રજ્ઞાન' હશે, જે શનિવારે સવારે 5.30 કલાકથી 6.30 કલાકની વચ્ચે બહાર નિકળશે.
ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોનો અંતરીક્ષ ક્ષેત્રે સોનેરી ઈતિહાસ છે. ઈસરોએ અત્યાર સુધી 75 મિશન પાર પાડ્યા છે, બે રી-એન્ટ્રી મિશન છે. ઈસરો દ્વારા અત્યાર સુધી 105 ઉપગ્રહનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેને સફળતાપૂર્વક અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરાયા છે. આ સાથે જ ઈસરોએ અત્યાર સુધીમાં 297 વિદેશી સેટેલાઈટ અને 10 વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા ઉપગ્રહને અંતરીક્ષમાં પ્રક્ષેપિત કર્યા છે.
ચંદ્રયાન-2 ભારતના ચંદ્રયાન-1 પછીનું બીજું મિશન છે. ચંદ્રયાન-2માં ઓર્બિટર, લેન્ડર(વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન) સામેલ છે. ચંદ્રયાન-2 દ્વારા ઈસરો ચંદ્રયાન-1ના વૈજ્ઞાનિક ઉદ્દેશ્યોને વધુ આગળ લઈ જવા માગે છે. ચંદ્રની ધરતી પર સફળ ઉતરાણ કર્યા પછી ઈસરો ચંદ્રની સપાટી, ચંદ્ર પર રહેલા ખડકો, ચંદ્રના વાતાવરણ અને ચંદ્ર પર પાણી કે બરફનું અસ્તિત્વ છે કે નહીં તેનો અભ્યાસ કરવા માગે છે.
ચંદ્રયાન-2ના ઓર્બિટરનો કાર્યકાળ 1 વર્ષનો છે, જ્યારે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનો કાર્યકાળ એક ચંદ્ર દિવસ (પૃથ્વીના 14 દિવસ)નો છે. આ મિશન ભારતને અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્રની સપાટીને સ્પર્શ કરનારો ચોથો દેશ બનાવી દેશે. પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરિક્રમા કર્યા પછી ચંદ્રયાન-2એ 14 ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો અને હવે 7 સપ્ટેમ્બરના રોજ તે ચંદ્રની ધરતીને સ્પર્શ કરીને એક નવો ઈતિહાસ રચવાની દિશામાં છે.
વાંચો પળેપળની ખબર....
2.30 AM : ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાંથી સાયન્સ ક્વીઝમાં વિજેતા બનીને આવેલા 70 વિદ્યાર્થીઓને મળ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને સફળતા અને પ્રેરણા કેવી રીતે મેળવવી તેનો સવાલ પુછ્યો હતો. જેના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું કે, "સૌથી પહેલા તમારું લક્ષ્ય નક્કી કરો. પછી તેને નાના-નાના ટુકડામાં વહેંચી નાખો અને પાયાથી શરૂઆત કરો. જ્યાં પણ નિષ્ફળતા મળે, નિરાશા મળે તો તેને ભુલી જાઓ અને સફળતાને યાદ રાખીને આગળ વધતા રહો. તમે તમારા લક્ષ્યમાં જરૂર સફળ થશો."
2.20 AM : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના વૈજ્ઞાનિકો વચ્ચે આવ્યા. તેમણે વૈજ્ઞાનિકો સાથે હાથ મિલાવ્યો. તેમણે જણાવ્યું કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. હું જોઈ રહ્યો હતો કે સંપર્ક તુટી ગયો હતો અને તમારા બધાના ચહેરા ઢીલા પડી ગયા હતા. તમે દેશની ઘણી મોટી સેવા કરી છે. તમે માનવજાતની ઘણી મોટી સેવા કરી છે. હું સંપૂર્ણપણે તમારી સાથે છું. તમારા પુરુષાર્થને કારણે જ દેશ ફરીથી ખુશીઓ મનાવશે. ઓલ ધ બેસ્ટ, થેંક્યુ.
2.17 AM : ઈસરોએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, વિક્રમ લેન્ડરનું ડિસન્ટ ટ્રેજેક્ટરી ફેઝ સફળતાપૂર્વક પૂરો થયો હતો. ત્યાર પછી લેન્ડરનો ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક તુટી ગયો છે. હાલ ઈસરોના વૈજ્ઞાનિકો લેન્ડર તરફથી મળેલા આંકડાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે. ચંદ્રયાન-2નો ચંદ્રની સપાટીથી 2.1 કિમી સુધી ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક હતો અને ત્યાર પછી સંપર્ક તુટી ગયો છે.
2.11 AM : ઈસરોને જે કોઈ આંકડા પ્રાપ્ત થયા છે તેના આધારે વૈજ્ઞાનિકો ગણતરી કરી રહ્યા છે. તેનો નિષ્કર્ષ નિકળ્યા પછી ઈસરો દ્વારા આધિકારિક જાહેરાત કરવામાં આવશે.
2.10 AM : વૈજ્ઞાનિકો એક-બીજા સાથે વિક્રમ લેન્ડર સાથેના સંપર્કના આંકડાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે. ઈસરોના તમામ વૈજ્ઞાનિકોની નજર વિક્રમ લેન્ડર તરફથી મોકલવામાં આવતા આંકડાઓ પર છે.
2.03 AM : વૈજ્ઞાનિકોના ચહેરા પર ચિંતાની લકીરો જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકો ઊભા થઈને એક-બીજા સાથે ચર્ચા કરી રહ્યા છે. ઈસરોના વડા કે. સિવન પણ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી રહ્યા છે.
1.59 AM : વડાપ્રધાન મોદી ઈસરોના સેન્ટરમાંથી નીચે ઉતરીને બીજા રૂમમાં ગયા છે. ઈસરોના વડા કે. સિવન દ્વારા તેમને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત થાય તેવી સંભાવના છે.
1.57 AM : વિક્રમ લેન્ડરને વર્ટિકલ ઊંચાઈએથી નીચે ઉતારવામાં આવ્યું. હાલ વિક્રમ લેન્ડર તરફથી કોઈ આંકડા પ્રાપ્ત નથી થઈ રહ્યા. ઈસરોના વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડર તરફથી કોઈ સંકેત મળે તેની રાહ જોઈ રહ્યા છે.
1.52 AM : વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીની નજીક પહોંચી ગયું છે અને હવે ટૂંક સમયમાં જ તે ઉતરાણ કરશે.
1.48 AM : વિક્રમ લેન્ડરની ગતિ પર ઈસરોના વૈજ્ઞાનિકો નિયંત્રણ મેળવી રહ્યા છે. વિક્રમ લેન્ડરે મહત્વપૂર્ણ રફ બ્રેકિંગ તબક્કો હતો તે પુરો કરી લીધો છે. હવે થોડી મિનિટમાં જ વિક્રમ લેન્ડરના ચારે-ચાર એન્જિન શરૂ થશે.
1.43 AM : વિક્રમ લેન્ડર સંપૂર્ણ પણે સારી સ્થિતિમાં કામ કરી રહ્યું છે. લેન્ડરમાં રહેલા સંસાધનો ઈસરોના સ્ટેશન પર પુરતા આંકડા મોકલી રહ્યા છે. વિક્રમ લેન્ડર ઈસરોના વૈજ્ઞાનિકોના સંપૂર્ણ નિયંત્રણમાં છે.
1.42 AM : બે મિનિટ પછી વિક્રમ લેન્ડરના એન્જિન શરૂ કરવામાં આવશે. અત્યારે વિક્રમ લેન્ડરની ગતિ પર ઈસરોના વૈજ્ઞાનિકો નિયંત્રણ મેળવી રહ્યા છે.
1.36 AM : ઈસરોના જણાવ્યા અનુસાર 1.38 કલાકે વિક્રમ લેન્ડરને ચંદ્રયાન પર ઉતારવાની સંપૂર્ણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા લગભગ 15 મિનિટ સુધી ચાલશે અને ત્યાર પછી વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ઉતરી જશે.
1.35 AM : 3 મિનિટ પછી વિક્રમ લેન્ડરને છુટું પાડવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
1.30 AM : હવે 15 મિનિટ પછી ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે.
1.24 AM : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના સેન્ટર પર પહોંચ્યા. ઈસરોના ટોચના વૈજ્ઞાનિકોએ તેમનું સ્વાગત કર્યું.
1.20 AM : હવે ચંદ્રયાન-2ને ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવામાં 20 મિનિટનો સમય બાકી.
1.12 AM : ઈસરો ખાતે ચંદ્રયાન-2ના સોફ્ટ લેન્ડિંગનું કાઉન્ટડાઉન શરૂ કરી દેવાયું છે. ઈસરોએ જણાવ્યું કે, હવેથી માત્ર 26 મિનિટ પછી ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-2નું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવશે.
Bengaluru: Scientists gear up for the soft landing of Vikram lander on the South Pole region of the moon. 60 students from across the country, who were selected through the ISRO's 'Space Quiz' competition to watch the landing along with PM Modi, also present at the ISRO centre. pic.twitter.com/0UXdQwdAqm
— ANI (@ANI) September 6, 2019
1.07 AM : પૃથ્વીથી 3,84,000 કિમી દૂર ચંદ્રયાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્ર જે અત્યાર સુધી એક સ્વપ્નોની દુનિયાનો પ્રદેશ કહેવાતો હતો તેની ધરતીને પ્રથમ વખત 'વિક્રમ લેન્ડર'ના ચરણ સ્પર્શ કરશે. આ સાથે જ ભારતના અંતરિક્ષ કાર્યક્રમના સ્થાપક વિક્રમ સારાભાઈનું સ્વપ્ન પણ સાકાર થશે.
1.05 AM : ઈસરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 1.53 કલાકે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે.
00.55 AM : જાણો શું છે સમગ્ર કાર્યક્રમ.....
- સોફ્ટ લેન્ડિંગની સમગ્ર પ્રક્રિયા 15 મિનિટની હશે.
- 1.30 કલાકથી 2.30 કલાકની વચ્ચે સોફ્ટ લેન્ડિંગ કરાવાશે.
- 3.55 AM : વિક્રમ લેન્ડર રોવરમાંથી બહાર નિકળશે.
- 5.30 થી 6.30 કલાકઃ રોવર ચંદ્રની ધરતી પર ઉતરી જશે.
00.44 AM : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના ટેલિમેટરી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક પિન્યા બેંગલુરુ ખાતે 1.00 વાગ્યાની આસપાસ પહોંચે તેવી સંભાવના છે. અહીં તેઓ ચંદ્રયાનના ચંદ્રની સપાટી પર ઉતરવાની ઐતિસિક ક્ષણના સાક્ષી બનશે.
00.15 AM : ચંદ્રયાન-2ના ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ પહેલા ઈસરોએ આવી સુંદર ટ્વીટ કરી અને ટ્વીટર પર આ ટ્વીટ ધડાધડ વાયરલ થવા લાગી. કેટલીક સેકન્ડમાં જ ઈસરોની ટ્વીટે લાખોનો આંકડો પાર કરી લીધો હતો.
We have the same wishes for Vikram, Orbiter.
Want to stay in touch with Vikram and Pragyan as they make their way to the untouched lunar South Pole and uncover its many mysteries? Then keep an eye out for the next edition of #CY2Chronicles! pic.twitter.com/2iA8W2lxtR
— ISRO (@isro) September 6, 2019
00.10 AM : ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રૂવ તરફ પહોંચી ગયું છે એટલે કે જ્યાં સંપૂર્ણ અંધકાર છે એ દિશામાં ચંદ્રયાન-2 પહોંચી ચુક્યું છે.
11.45 PM : ઈસરોએ ટ્વીટ કરી અને જણાવ્યું કે, બસ હવે થોડી ક્ષણોમાં જ અમે ઈતિહાસ રચીશું. ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગ પછી પીએમ મોદી દેશને સંબોધિત કરે તેવી સંભાવના છે.
#ISRO
Less than four hours to go, we are ready for the historic event of landing of #Chandrayaan2 #VikramLander.
Stay tuned for updates..
— ISRO (@isro) September 6, 2019
11.30 PM : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ એરપોર્ટ પહોંચ્યા. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેઓ મોડી રાત્રે 1 વાગે ઈસરો સેન્ટર પહોંચશે.
Karnataka: Prime Minister Narendra Modi arrives at Bengaluru Airport; received by CM BS Yeddiyurappa. He will reach ISRO centre in Bengaluru tonight ahead of landing of #Chandrayaan2 on the moon. pic.twitter.com/Bc9RngfjPl
— ANI (@ANI) September 6, 2019
The final descent of #Chandrayaan2 to take place on the Lunar South Pole, tonight. #Visuals from ISRO Monitoring Centre in Bengaluru. pic.twitter.com/dZTcjmkg6G
— ANI (@ANI) September 6, 2019
8.30 PM : ચંદ્રયાન-2 મિશનમાં ભાગ લેનારા વૈજ્ઞાનિક નિર્ભય કુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે, "ચંદ્રયાન-2માં કામ કરવાનો અનુભવ આનંદમય રહ્યો છે. વડીલો ખુબ જ મદદ કરે છે. શીકવા માટે આ એક સારો અનુભવ રહ્યો છે. અમે રોમાંચિત છીએ. આવતીકાલે સાંભળીશું કે ભારતે ઈતિહાસ રચ્યો છે."
8.00 PM : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટ્વીટ કરીને દેશવાસીઓને અપીલ કરી છે કે ચંદ્ર પર વિક્રમ લેન્ડર ઉતરતા જરૂર જુઓ. પીએમ મોદી ખુદ ઈસરોના સેન્ટર ખાતેથી આ લેન્ડિંગ લાઈવ જોવાના છે. તેમની સાથે 70 વિદ્યાર્થીઓ પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાના છે.
7.10 PM : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વડા કે. સિવને જણાવ્યું કે, 'અમે એક એવા સ્થાને ઉતરાણ કરવાના છીએ, જ્યાં આ અગાઉ કોઈ ગયું નથી. અમે સોફ્ટ લેન્ટિંગ માટે આશ્વસ્ત છીએ. અમે રાત પડવાની રાહ જોઈ રહ્યા છીએ.'
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે