UNHRC માં જુઠ્ઠાણાનો ભારો લઇ પહોંચ્યા પાક. વિદેશ મંત્રી: હવે ભારત આપશે જવાબ
Trending Photos
જિનીવા : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ ગિન્નાયેલ પાકિસ્તાન હવે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં તેને મુદ્દો બનાવવાનાં ભરચક પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને મંગળવારે 115 પેજના ખોટા અહેવાલોનો ભારો ઠાલવીને ભારત પર આરોપ લગાવ્યા. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ ભારત પર કાશ્મીરમાં માનવાધિકારનાં ઉલ્લંઘનનો આરોપ લગાવ્યા હતા. પાકિસ્તાને કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો નથી અને યુએનએ આમાં દખલ કરવી જોઇએ. પાકિસ્તાન આવા મનઘડંત આરોપોને ભારત થોડા જ સમયમાં જવાબ રજુ કરશે.
પાકિસ્તાને ઓક્યું ઝેર...
- પાકિસ્તાનનાં વિદેશ મંત્રી યુએએચઆરસીમાં ભાજપનાં ચૂંટણી ઢંઢેરાનો ઉલ્લેખ પણ કર્યો હતો. કુરેશીએ આરોપ લગાવ્યો કે, તેમાં કાશ્મીરને પરાણે મુસ્લિમોને લઘુમતી બનાવવાની વાત કરવામાં આવી છે.
- પાકિસ્તાની વિદેશ મંત્રીએ યુએનએચઆરસીને જણાવ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો નથી. કાશ્મીરમાં કબ્રસ્તાન જેવી શાંતિ છવાયેલી છે. ત્યાં નરસંહાર કરવામાં આવી રહ્યો છે.
- પાકિસ્તાને કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં લોકોને મુળભુત અધિકારોને ભારત દ્વારા હનન કરવામાં આવ્યું છે. ત્યાંના લોકો સતત મૌલિક સ્વતંત્રતાના ઉલ્લંઘનનો શિકાર થઇ રહ્યા છે.
- કુરેશીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં 7થી 10 લાખ સેના છે. ગત્ત અઠવાડીયે ભારતે જમ્મુ કાશ્મીરને વિશ્વનું સૌથી મોટુ કેદખાનું બનાવી દીધું છે. ત્યાં જીવન જરૂરી વસ્તુઓ પણ ઉપલબ્ધ નથી.
- UNHRC માં પાકિસ્તાને કહ્યું કે, કાશ્મીરમાં 6 હજારથી વધારે નેતા, સામાજિક કાર્યકર્તા, વિદ્યાર્થીઓને નજર કેદ કરવામાં આવેલા છે. તેઓ રોહિંગ્યા અને ગુજરાત તોફાનોનો ઉલ્લેખ પણ કર્યો હતો.
- કુરેશીએ કહ્યું કે, દક્ષિણ એશિયામાં પરમાણુ યુદ્ધની આશંકાઓને ટાળવી પડશે.
- પાકિસ્તાને યુએનએચઆરસી પાસે માંગ કરી કે તેઓ ભારતને અપીલ કરે કે કાશ્મીરમાં પેલેટ ગન ખતમ કરે અને ત્યાંથી કર્ફ્યું હટાવવામાં આવે.
- પોતે જ પોતાનાં દેશમાં માનવાધિાકાર ઉલ્લંઘન કરનારા પાકિસ્તાને કહ્યું કે, કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન કરનારાઓને દંડિત કરવામાં આવે.
- કુરેશીએ માંગ કરી કે ઓફીસ ઓફ હાઇ કમિશ્નર જમ્મુ કાશ્મીરમાં સ્થિતીની તપાસ કરે.
- પાકિસ્તાની વિદેશ મંત્રીએ માંગ કરી કે માનવાધિકાર સંગઠન અને આંતરરાષ્ટ્રીય મીડિયાને કાશ્મીરમાં જવા દે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે