Budget 2024 Updates : સીતા રમણના બજેટમાં સૌને "સીતા- રામ રામ" : ના કોઈ મોટી રાહત, માત્ર સરકારના ગુણગાન
Budget Live News : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતા રમણે આજે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે... સતત છઠ્ઠી વખત નિર્મલા સીતા રમણે રજૂ કર્યું છે. આ વચગાળાના બજેટમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ માટે અનેક યોજનાઓની મોટાપાયે જાહેરાત થઈ છે.
Trending Photos
Budget News Today : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે વચગાળાનું બજેટ (વચગાળાનું બજેટ 2024) રજૂ કર્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનું આ છેલ્લું બજેટ હોવાથી લોકોને રાહતની આશા હતી પણ સીતારમને માત્ર સીતા રામ રામ ભજોની જેમ કોઈ રાહત આપી નથી. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. એકદમ ફ્લેટ બજેટ હોવાથી શેરબજાર પણ ફ્લેટ રહ્યું છે. વચગાળાનું બજેટ લોકોપયોગિ બનવાને બદલે સરકારની સિદ્ધિઓના ગુણગાન ગાવાનું બની રહ્યું છે. સામાન્ય લોકોની અપેક્ષાઓ પૂર્ણ થઈ નથી. જોકે, આ વચગાળાનું બજેટ હોવાથી મોટા નીતિગત નિર્ણયો લેવાની શક્યતા ઓછી હતી. મોદી સરકાર તેને તેના 10 વર્ષના કાર્યકાળના રિપોર્ટ કાર્ડની જેમ રજૂ કર્યું છે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં રજૂ કરવામાં આવશે. આજે બજેટ રજૂ થતાની સાથે જ નિર્મલા સીતારમણના નામે સતત 6 બજેટ રજૂ કરવાનો રેકોર્ડ સ્થાપિત થઈ જશે. આવું કરનાર તે બીજા નાણામંત્રી હશે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ પીએમ મોરારજી દેસાઈના નામે હતો. મનમોહન સિંહ, ચિદમ્બરમ, અરુણ જેટલી, યશવંત સિંહા પણ 5 વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણની દરેક અપડેટ જુઓ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે