ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી, 26 એપ્રીલે આગામી સુનવણી

લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં જામીન લેવા પહોંચેલા નીરવ મોદીની જામીન અરજી રદ્દ કરી દેવામાં આવી હતી

ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી, 26 એપ્રીલે આગામી સુનવણી

લંડન : 12 હજાર કરોડના PNB ગોટાળાના આરોપી નીરવ મોદીને લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટને મોટો ઝટકો આપ્યો છે. બીજી વખત જામીન લેવા માટે કોર્ટ પહોંચેલા નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેવામાં આવી. કોર્ટે તેને સશર્ત જામી આપવાનો ઇન્કાર કરી દીધો. હાલ તેને લંડનની જેલમાં જ રહેવું પડશે. તેની પહેલા ભારતે નીરવ મોદીની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. લંડનમાં તેના માટે સીબીઆઇ અને ઇડીની ટીમ પહેલા જ પહોંચી ચુકી હતી. આ મુદ્દે આગામી સુનવણી હવે 26 એપ્રીલે થશે. 
ટ્રેનમાં યાત્રીઓને 'હું પણ ચોકીદાર' લખેલા કપમાં ચા મળી, ફોટો વાઇરલ થતા હોબાળો

આ સુનવણી હવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. તે પહેલા સુનવણી કરતા બ્રિટનની કોર્ટે કહ્યું કે, આ માનવા મટેનાં પુરતા પુરાવા છે કે નીરવ મોદી આત્મસમર્પણ નહી કરે. આ આધારે બ્રિટનની કોર્ટે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. અગાઉ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી બીજી વાર જામીન અરજી લઇને વેસ્ટમિંસ્ટરની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ શુક્રવારે રજુ થયા. અગાઉ ક્રાઉન પ્રોસેક્યૂશન સર્વિસે ભારતીયો તરફથી કોર્ટમાં વધારે પુરાવાઓ અને દસ્તાવેજો રજુ કર્યા.
બાલકોટ હુમલાના મહિના બાદ પુરાવા નષ્ટ કરી પાકિસ્તાને મીડિયાને કેમ્પો દેખાડ્યાં

— ANI (@ANI) March 29, 2019

રાજનાથ EXCLUSIVE: મોદી પર જનતાનો વિશ્વાસ વધ્યો, મહાગઠબંધન અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા
મુખ્ય મેજીસ્ટ્રેટ એમ્મા અર્બથનોટે આ અંગે ટિપ્પણી કરી, આ માત્ર કેટલાક ડોક્યુમેન્ટ્સવાળી મોટી ફાઇલ છે. અર્બનથોટે જ ગત્ત વર્ષે ડિસેમ્બરમાં વિજય માલ્યાનાં પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. નીરવ મોદીના વકીલોએ સુનવણી પહેાલ કહ્યું કે, તે પ્રભાવી જામીન અરજી રજુ કરવાના પ્રયાસો કરશે. ભારતીય પ્રાધિકરણનો પક્ષ રજુ કરી રહેલ ક્રાઉ પ્રોસેક્યુશન સર્વિસે પહેલી સુનવણી દરમિયાન કહ્યું હતું કે, નીરવ મોદી આશરે 2 અબજ ડોલરના મની લોન્ડરિંગ ગોટાળા મુદ્દે વોન્ટેડ છે. શુક્રવારની સુનવણીમાં ક્રાઉન પ્રોસેક્યૂશન સર્વિસનો સહયોગ અને સબીઆઇ અને પ્રત્યાર્પણ નિર્દેશાલયની એક ટીમ કરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news