મધ્યપ્રદેશઃ મુશ્કેલમાં કમલનાથ સરકાર, કોંગ્રેસના 10 ધારાસભ્યો બેંગલુરૂ પહોંચ્યા


મધ્ય પ્રદેશ કોંગ્રેસના 10 ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી બેંગલુરૂના રિઝોર્ટમાં લઈ ગઈ છે તેવી માહિતી છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના આ ધારાસભ્યોને ભાજપ લઈ ગયું છે. 

મધ્યપ્રદેશઃ મુશ્કેલમાં કમલનાથ સરકાર,  કોંગ્રેસના 10 ધારાસભ્યો બેંગલુરૂ પહોંચ્યા

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજનીતિમાં શરૂ થયેલું તોફાન હવે બંધ થવાનું નામ લઈ રહ્યું નથી. પ્રદેશમાં એકવાર ફરી નાટક શરૂ થઈ ગયું છે. રિપોર્ટ્સ પ્રમાણે રાજ્યની સત્તાધારી પાર્ટી કોંગ્રેસના 10 ધારાસભ્યો કર્ણાટક પહોંચ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બધા જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના છે. ખાસ વાત છે કે તેમાં એક મંત્રી પણ સામેલ છે. આ સાથે કમલનાથ સરકાર પર અવિશ્વાસ પ્રસ્તાવનું સંકટ ઊંડુ બનવા લાગ્યું છે. 

સૂત્રો પ્રમાણે કર્ણાટક ભાજપના ધારાસભ્ય મધ્ય પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોને લઈને બેંગુરૂ પહોંચ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ ધારાસભ્યોને બેંગલુરૂના બહારના વિસ્તારમાં કોઈ રિઝોર્ટમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીની જાણકારી પ્રમાણે રાજવર્ધન સિંહ, બંકિમ સિલાવત, ગિરિરાજ રક્ષા, જસવંત જાટવ, સુરેશ ધાકડ, જજપાલ સિંહ, બૃજેન્દ્ર યાદવ અને પુરૂષોત્તમ પરાશર બેંગલુરૂ પહોંચ્યા છે. આ સિવાય પ્રધા પ્રદ્યુમન સિંહ તોમર પણ બેંગલુરૂ પહોંચ્યા તેવા સમાચાર છે. 

— ANI (@ANI) March 9, 2020

સોનિયા ગાંધીને મળ્યા હતા કમલનાથ
તો મીડિયા સાથે વાત કરતા મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે કહ્યું કે, ભાજપથી હવે રહેવાતું નથી. કમલનાથે કહ્યું, 'તેમણે 15 વર્ષમાં જે ભ્રષ્ટાચાર કર્યો, તે સામે આવવાનો છે. તેથી તે બેચેન છે.' કમલનાથે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી અને કહ્યું હતું કે, તે તેમની આપેલા સલાહ માનશે. તો તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપ સત્રના પ્રથમ દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. 

નિર્ભયા કેસઃ દોષી વિનયે LGને કરી ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવાની અરજી

પરત ફર્યા હતા ધારાસભ્યો
મધ્યપ્રદેશની રાજનીતિમાં પાછલા સપ્તાહે 3 માર્ચની મોડી રાત્રે રાજકીય નાટક તે સમયે શરૂ થયું, જ્યારે કોંગ્રેસ, બીએસપી અને એસપીના કુલ નવ ધારાસભ્ય અચાનક ગુમ થયા હતા. તેમાંથી પાંચ ધારાસભ્ય આગામી દિવસે રાત્રે ભોપાલ આવ્યા, જ્યારે અપક્ષ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ શેરા, કોંગ્રેસ ધારાસભ્ય બિસાહુ લાલ સિંહ અને રઘુરાજ કંસાના પણ પરત ફર્યા હતા. પરંતુ એક કોંગ્રેસ ધારાસભ્ય હરદીપ સિંગ ડંગે રાજીનામું આપી દીધું હતું. 

શું થશે 10 ધારાસભ્યોની જવાની અસર?
મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા સીટો છે. 2 ધારાસભ્યોનું નિધન થવાથી વર્તમાનમાં 228 સભ્યો છે. કોંગ્રેસની પાસે 114 ધારાસભ્યો છે. આ સિવાય 4 અપક્ષ, 2 બીએસપી (એક પાર્ટીમાંથી સસ્પેન્ડ) અને 1 એસપી ધારાસભ્યોનું સમર્થન હાંસિલ છે. આ રીતે કોંગ્રેસના ખાતામાં હાલ 121 ધારાસભ્યો છે. તો ભાજપની પાસે 107 ધારાસભ્યો છે. બહુમતનો આંકડો 116 છે. જો 10 ધારાસભ્યો પાર્ટી બદલીને ભાજપમાં સામેલ થઈ જાય તો વિધાનસભામાં ભાજપનો આંકડો 117 એટલે કે બહુમતથી એક વધુ હશે. તેવામાં મધ્ય પ્રદેશની હાલની સરકાર પડવાનો ખતરો છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news