Love Jihad બિલના ડ્રાફ્ટ પર શિવરાજ કેબિનેટની મહોર, 10 વર્ષ સુધી સજાની છે જોગવાઇ

મધ્ય પ્રદેશમાં બનવા જઇ રહેલા જવ જેહાદનો કાયદો બીજા રાજ્યોમાં બનેલા કાયદાઓ કરતાં વધુ કડક હશે. તેમાં દોષીને 10 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

Love Jihad બિલના ડ્રાફ્ટ પર શિવરાજ કેબિનેટની મહોર, 10 વર્ષ સુધી સજાની છે જોગવાઇ

ભોપાલ: મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે લવ જિહાદ વિરૂદ્ધ 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020'ના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. શનિવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ ડ્રાફ્ટ પર મોહર લગાવી છે. હવે આ બિલને વિધાનસભાના શિયાળું સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. વિધનસભામાંથી પાસ થયા બાદ 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020' કાયદો બની જશે. 

મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ કેબિનેટ બેઠક બાદ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020' ડ્રાફ્યમાં કુલ 19 જોગવાઇ છે. તેમના અનુસાર મધ્ય પ્રદેશમાં બનવા જઇ રહેલા જવ જેહાદનો કાયદો બીજા રાજ્યોમાં બનેલા કાયદાઓ કરતાં વધુ કડક હશે. તેમાં દોષીને 10 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર લવ જેહાદ વિરૂદ્દહ કાયદાને અધ્યાદેશ દ્વારા અમલમાં લાવી ચૂકી છે. 

वीडियो कांफ्रेंसिंग के माध्यम से हो रही बैठक की अध्यक्षता मुख्यमंत्री श्री @ChouhanShivraj जी कर रहे हैं। pic.twitter.com/uz3enO6XNb

— Dr Narottam Mishra (@drnarottammisra) December 26, 2020

હવે મધ્ય પ્રદેશની શિવરાજ સરકાર પણ તે માર્ગ પર આગળ વધી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે લવ જેહાદ વિરૂદ્ધ અધ્યાદેશ દ્રારા જે કાયદો લાગૂ કર્યો છે, તેમાં બિન જામીન કલમો હેઠળ કેસ દાખલ કરવા અને 10 વર્ષની કઠોર સજાની જોગવાઇ છે. તેનું અધ્યન કરવા માટે થોડા દિવસો પહેલાં મધ્ય પ્રદેશ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્મા ઉત્તર પ્રદેશના પ્રવાસે પણ આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news