Bihar Results: તેજસ્વી યાદવે ચૂંટણી આયોગ પર કાઢ્યો ગુસ્સો, કહ્યું- અમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા


Tejashwi Yadav News: ચૂંટણી પરિણામોને લઈને તેજસ્વી યાદવે ઇલેક્શન કમિશન પર સવાલ ઉઠાવ્યા. ચૂંટણી પંચની જવાબદારી છે કે બધા ઉમેદવારોની શંકાને દૂર કરે. રીકાઉન્ટિંગ ખુબ જરૂરી છે. સાથે રેકોર્ડિંગ અમને દેખાડવા જોઈએ. 
 

Bihar Results: તેજસ્વી યાદવે ચૂંટણી આયોગ પર કાઢ્યો ગુસ્સો, કહ્યું- અમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા

પટનાઃ બિહાર ચૂંટણીના પરિણામો બાદ પટનામાં તેજસ્વી યાદવને મહાગઠબંધન ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યુ કે, બિહારની જનતા અમારી સાથે છે. અમે હાર્યા નથી હરાવવામાં આવ્યા છે. તેમણે પોસ્ટલ બેલેટ બીજીવાર ગણવાની માગ કરી છે. આરજેડી નેતાએ કહ્યુ કે, જનાદેશ મહાગઠબંધન સાથે હતો પરંતુ ચૂંટણી પંચનું પરિણામ એનડીએના પક્ષમાં હતું. આ પ્રથમવાર થયું નથી. 2015મા જ્યારે મહાગઠબંધન બન્યુ હતુ, ત્યારે મત અમારા પક્ષમાં હતા, પરંતુ ભાજપે સત્તા હાલિક કરવા બેક ડોર એન્ટ્રી કરી હતી. 

ચૂંટણી પંચની જવાબદારી, ઉમેદવારોની શંકા દૂર કરે
તેજસ્વી યાદવે કહ્યુ કે, ચૂંટણી પંચની જવાબદારી છે કે તે બધા ઉમેદવારોની શંકા દૂર કરે. રીકાઉન્ટિંગ ખુબ જરૂરી છે. સાથે રેકોર્ડિંગ દેખાડવું જોઈએ. તેમણે કહ્યું કે, 2015મા પણ નીતીશ કુમારે જનાદેશનું અપમાન કર્યુ હતું. નીતીશ કુમારને ખુરશી સાથે પ્રેમ છે અને આ લોગો છળ કપટથી ખુરશી હાસિલ કરે છે. જનતાએ અમારા રોજગારના મુદ્દાનો સ્વીકાર કર્યો. જનતાના નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ. અમે હાર્યા નથી જીત્યા છીએ અને ધન્યવાદ યાત્રા કાઢીશું. હું બિહારના લોકોનો આભાર માનુ છું. 

— ANI (@ANI) November 12, 2020

તેજસ્વી બોલ્યા- એનડીએ-મહાગઠબંધન વચ્ચે 12 હજાર મતનું અંતર
તેજસ્વી યાદવે કહ્યુ કે, એનડીએને એક કરોડ 57 લાખ મત મળ્યા છે એટલે કે 37.3 ટકા મત એનડીએને મળ્યા છે. પરંતુ મહાગઠબંધનને એક કરોડ 56 લાખ 888 હજાર 458 મત મળ્યા છે. મહાગઠબંધનને 37.2 ટકા મત મળ્યા છે. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે 12 મતોનું અંતર છે. 

તેજસ્વીનો આરોપ- 10 સીટો પર ઘાલમેલ કરવામાં આવી
ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ તેજસ્વી યાદવે કહ્યુ કે, જો એનડીએ સરકારે વચન પ્રમાણે કામ ન કર્યુ તો આંદોલન કરવામાં આવશે. સરકારે 19 લાખ નોકરી ન આપી, બિહારના લોકોને દવા, સિંચાઈ, શિક્ષણ અને કમાણી ન આપી તો મહાગઠબંધન તરફથી મોટુ આંદોલન કરવામાં આવશે. તેજસ્વીએ એકવાર ફરી ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવતા કહ્યું કે, 10 સીટો પર ગડબડ કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટની ગણના પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news