અજિત પવારની ટ્વીટથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, કહ્યું- 'હું NCPમાં જ છું અને શરદ પવાર...'
દેવેન્દ્ર ફડણવીસના સીએમ બની રહેવા અંગે ભલે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હોય પરંતુ આમ છતાં ભાજપ ખુબ જોશમાં જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે આજે અજિત પવારે અત્યંત સક્રિય બનીને એક પછી એક ધડાકા કરવા માડ્યા છે. ગઈ કાલે એકદમ ચૂપ્પી સાધ્યા બાદ આજે તેઓ ફરી જોશમાં જોવા મળ્યા છે. તેમણે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માંડ્યુ છે. તેમની એક નવી ટ્વીટે લોકોને ખુબ ચોંકાવ્યાં છે. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું કે 'હું એનસીપીમાં જ છું, અને શરદ પવાર અમારા નેતા છે. ભાજપ-એનસીપીનું ગઠબંધન રાજ્યમાં આગામી 5 વર્ષો માટે સ્થિર સરકાર આપશે. રાજ્ય અને સામાન્ય લોકોના કલ્યાણ માટે અમારી સરકાર ગંભીરતાથી કામ કરશે.'
Trending Photos
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસના સીએમ બની રહેવા અંગે ભલે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હોય પરંતુ આમ છતાં ભાજપ(BJP) ખુબ જોશમાં જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે આજે અજિત પવારે(Ajit Pawar)અત્યંત સક્રિય બનીને એક પછી એક ધડાકા કરવા માડ્યા છે. ગઈ કાલે એકદમ ચૂપ્પી સાધ્યા બાદ આજે તેઓ ફરી જોશમાં જોવા મળ્યા છે. તેમણે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માંડ્યુ છે. તેમની એક નવી ટ્વીટે લોકોને ખુબ ચોંકાવ્યાં છે. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું કે 'હું એનસીપી(NCP)માં જ છું, અને શરદ પવાર(Sharad Pawar) અમારા નેતા છે. ભાજપ-એનસીપીનું ગઠબંધન રાજ્યમાં આગામી 5 વર્ષો માટે સ્થિર સરકાર આપશે. રાજ્ય અને સામાન્ય લોકોના કલ્યાણ માટે અમારી સરકાર ગંભીરતાથી કામ કરશે.'
ત્યાર બાદ ફરીથી એક નવી ટ્વીટમાં તેમણે લખ્યું કે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, બધુ સારું છે. જો કે થોડા ધૈર્યની જરૂર છે. સમર્થન બદલ તમારા બધાનો આભાર. અજિત પવાર તરફથી ટ્વીટ કરીને એમ લખવામાં આવ્યું કે ભાજપ અને એનસીપીની સરકાર 5 વર્ષ સુધી ચાલશે તે દર્શાવે છે કે હજુ પણ તેઓ પોતાની જાતને પાર્ટીના વિધાયક દળના નેતા ગણે છે. સ્પષ્ટ છે કે ભાજપ સુપ્રીમ કોર્ટમાં તેમના તરફથી અપાયેલા સમર્થન પત્રનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત વિશ્વાસ મત દરમિયાન અજિત પવાર તરફથી વિધાયક દળના નેતા તરીકે વ્હિપ પણ જારી થઈ શકે છે.
ટ્વીટર પર પીએમ મોદીનો માન્યો આભાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે વિભિન્ન મુદ્દાઓ પર સહમતી સાધવાનો દોર ચાલી રહ્યો હતો ત્યાં તો શરદ પવારના ભત્રીજા અજિત પવારે ભાજપ સાથે મળીને અલગ અને મોટો દાવ ખેલી નાખ્યો. હવે અજિત પવાર પાસે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની ખુરશી છે. જો કે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના સતત તેમને મનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. પરંતુ અજિત પવાર હજુ પણ પોતાના સ્ટેન્ડ પર કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. એટલું જ નહીં તેમણે તો ડેપ્યુટી સીએમ બનવા બદલ ભાજપના નેતાઓને ટ્વીટ કરીને આભાર પણ વ્યક્ત કરવા માંડ્યો છે. આ ઉપરાંત તેમણે ટ્વીટર ઉપર પણ પોતાનું સ્ટેટસ બદલીને ઉપમુખ્યમંત્રી કરી નાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશના જવામાં તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા રાજ્યમાં સ્થિર સરકાર આપવાની વાત કરી છે.
અજિત પવારે 22 નવેમ્બર બાદ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક કલાક પહેલા જ અપડેટ કર્યું. તેમણે પોતાનું ટ્વીટર સ્ટેટસ પણ બદલી નાખ્યું છે. તેમણે પોતાને મળેલા શુભેચ્છા સંદેશાઓના પણ એક પછી એક જવાબ આપ્યાં. વડાપ્રધાન મોદીએ શનિવારે એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસજીને મુખ્યમંત્રી અને અજિત પવારજીને ડેપ્યુટી સીએમ બનવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના સારા ભવિષ્ય માટે પૂરી નિષ્ઠાથી કામ કરશે. ટ્વીટનો જવાબ આપતા અજિત પવારે લખ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તમારો આભાર. અમે મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર આપવાનું સુનિશ્ચિત કરીશું. જે રાજ્યના લોકોના કલ્યાણ માટે પૂરી લગનથી કામ કરશે. તેનો અર્થ એ કાઢવામાં આવી રહ્યો છે કે અજિત પવાર એનસીપી, શિવસેના અને કોંગ્રેસ સાથે 'બેઠક'વાળા દૌરમાં પાછા જવા માંગતા નથી.
ટ્વીટર ઉપર પણ ડેપ્યુટી સીએમનો કર્યો ઉલ્લેખ
એનસીપી નેતા અજિત પવારે પોતાની ટ્વીટર પ્રોફાઈલમાં પણ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી હોવાની વાતનો ઉલ્લેખ કરી નાખ્યો છે. તેની સાથે જ તેમને શુભેચ્છા આપનારાઓને તેમણે જવાબ પણ આપ્યાં છે જેમાં અમિત શાહ, અમૃતા ફડણવીસ, રવિ કિશન, બીએલ સંતોષ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર, રામદાસ આઠવલે, મનસુખ માંડવિયા, વિજય રૂપાણી, ગિરીશ બાપટ, સુરેશ પ્રભુ, ગજેન્દ્રસિંહ શેખાવત, મુખ્તાર અબ્બાસ નકવી, સદાનંદ ગૌડા, જગત પ્રકાશ નડ્ડા, પીયૂષ ગોયલ, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ અને નીતિન ગડકરી સામેલ છે જેમનો તેમણે શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
અજિત પવારના ભરોસાથી ભાજપ ખુશ, કહ્યું-આનંદનો માહોલ
એકબાજુ અજિત પવારે 5 વર્ષ સુધી સરકાર ચાલવાની વાત કરી છે. તો બીજી બાજુ ભાજપે પણ પોતાના વિધાયકોની બેઠક બાદ ઉત્સાહ વ્યક્ત કર્યો છે. વિધાયકોની મીટિંગ બાદ ભાજપના લીડર આશીષ શેલારે કહ્યું કે અમારી સરકાર 5 વર્ષ પૂરા કરશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે ફડણવીસ અને અજિત પવારની શપથ બાદ સમગ્ર રાજ્યમાં આનંદનું વાતાવરણ છે. આથી હવે જે કામ બચ્યા છે તેને પૂરા કરવાના છે.
જુઓ LIVE TV
ભાજપે ફ્લોર ટેસ્ટની રણનીતિ નક્કી કરી
શિવસેના, એનસીપી અને કોંગ્રેસને પડકાર આપતા તેમણે કહ્યું કે અમે વિધાનસભામાં વિશ્વાસ મત જીતવામાં સફળ થઈશું. વિધાયકોની બેઠકમાં અમે ફ્લોર ટેસ્ટ જીતવાની રણનીતિ નક્કી કરી છે. તેમણે કહ્યું કે આ મીટિંગમાં અમે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને અભિનંદનનો પ્રસ્તાવ પસાર કર્યો. વિધાયકોએ કહ્યું કે મહાગઠબંધનને સ્પષ્ટ જનાદેશ હતો. તેનો અનાદર કરવાનું કામ શિવસેનાએ કર્યું છે.
આશીષ શેલારે ફરીથી એકવાર શિવસેના પર ગઠબંધન તોડવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું કે શિવસેનાએ વિચારધારા સાથે સમાધાન કરતા પોતાના રસ્તા અલગ કર્યા છે. ભાજપના નેતાએ કહ્યું કે બાળાસાહેબ ઠાકરેના જમાનાથી અમે છેલ્લા 30 વર્ષથી જે વિચારધારાને સાથે લઈને ચાલ્યાં, તેને છોડવાનું કામ પણ શિવસેનાએ જ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે