Maharshtra માં આજે 39544 નવા કેસ, ઠાકરે સરકારે RT-PCR ટેસ્ટની કિંમતમાં કર્યો ઘટાડો
સરકારી અધિકારીએ જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા (28 માર્ચે) મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 40414 નવા કેસ સામે આવ્યા હતા જે અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Maharashtra Corona Update) ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 39544 નવા કેસ સામે આવ્યા છે અને આટલા સમયમાં 227 દર્દીઓના મૃત્યુ થયા છે.
સરકારી અધિકારીએ જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા (28 માર્ચે) મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 40414 નવા કેસ સામે આવ્યા હતા જે અત્યાર સુધીનો એક દિવસનો સર્વાધિક આંકડો છે.
Maharashtra reports 39,544 new #COVID19 cases, 23,600 discharges and 227 deaths in the last 24 hours.
Total cases 28,12,980
Total recoveries 24,00,727
Death toll 54,649
Active cases 3,56,243 pic.twitter.com/mCgf0QK8xT
— ANI (@ANI) March 31, 2021
RT-PCR ટેસ્ટની કિંમતોમાં ઘટાડો
રાજ્યમાં અત્યાર સુધી 28 લાખ 12 હજાર 980 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 54649 લોકોના મૃત્યુ થયા છે. 24 લાખ 727 લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં વધકા કેસ વચ્ચે ઉદ્ધવ સરકારે RT-PCR ટેસ્ટની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે, રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં તપાસના ભાવને એકવાર ફરી સંશોધિત કરવામાં આવ્યા છે. હવે RT-PCR ટેસ્ટ માટે 500 રૂપિયા લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Kisan andolan: કૃષિ કાયદા પર બનેલી કમિટીએ સુપ્રીમમાં જમા કરાવ્યો રિપોર્ટ, જલદી થઈ શકે છે સુનાવણી
નિયમોનું પાલન કરવાની ચેતવણી
આ પહેલા રાજેશ ટોપેએ કહ્યુ કે, રાજ્યમાં કોવિડ-19ને ફેલાતો રોકવા માટે લોકોએ આકરા પગલા માટે તૈયાર રહેવું જોઈએ. ટોપેએ કહ્યુ કે, જીવ બચાવવા સરકારની પ્રાથમિકતા છે.
મહત્વનું છે કે મુખ્યમંત્રી ઠાકરેએ રવિવારે અધિકારીઓને કહ્યુ હતુ કે, લૉકડાઉનને લાગૂ કરવા માટે યોજના તૈયાર કરે, જેનો રાજ્યની અર્થવ્યવસ્થા પર સૌથી ઓછો પ્રભાવ પડે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ, રાજ્ય સરકાર લૉકડાઉન લાગૂ કરવા ઈચ્છતી નથી પરંતુ જીવ બચાવવા જરૂરી છે. તેથી રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા ફરી આકરા પગલા ભરવા પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે