Rajasthan: નાગૌરમાં ભીષણ અકસ્માત, ટ્રક અને ક્રૂઝર વચ્ચે થયેલી ટક્કરમાં 11 લોકોના દર્દનાક મોત

રાજસ્થાનના નાગૌરમાં ભયાનક રોડ અકસ્માત સર્જાયો શ્રી બાલાજી ક્ષેત્રમાં ઘટેલી દુર્ઘટનામાં 11 શ્રદ્ધાળુઓના મોત થયા.

Rajasthan: નાગૌરમાં ભીષણ અકસ્માત, ટ્રક અને ક્રૂઝર વચ્ચે થયેલી ટક્કરમાં 11 લોકોના દર્દનાક મોત

નવી દિલ્હી: રાજસ્થાનના નાગૌરમાં ભયાનક રોડ અકસ્માત સર્જાયો શ્રી બાલાજી ક્ષેત્રમાં ઘટેલી દુર્ઘટનામાં 11 શ્રદ્ધાળુઓના મોત થયા. અક્સમાતની જાણ થતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શોક વ્યક્ત કર્યો. મૃત્યુઆંક વધી શકે છે. 

અકસ્માતના કારણનો ખુલાસો નહીં
નાગૌરના શ્રીબાલાજી કસ્બા પાસે એક ટ્રક અને ક્રૂઝર માં જબરદસ્ત ટક્કર થઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોના તો ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે 3 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને  ઘાયલોને સ્થાનિકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત કેવી રીતે સર્જાયો તેના કારણો અંગે જાણકારી મળી નથી. 

મળતી માહિતી મુજબ આ અકસ્માત આજે સવારે લગભગ 7.40 વાગ્યાની આસપાસ નાગૌર જિલ્લાના શ્રીબાલાજી કસ્બાના બાયપાસ પાસે થયો. તે સમયે એક ક્રૂઝરમાં સવાર લગભગ 17 મુસાફરો ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિાયન શ્રીબાલાજી કસ્બાના બાયપાસ પાસે એક ટ્રેલર અને ક્રૂઝર વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે ક્રૂઝરના ફૂરચે ફૂરચા ઉડી ગયા. ક્રૂઝરમાં સવાર લોકો તેમાં ફસાઈ ગયા. 

અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કરનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. આસપાસના લોકો અવાજ સાંભળીને દોડી આવ્યા. મૃતકોની હજુ ઓળખ થઈ નથી. પોલીસ તેમની ઓળખના પ્રયત્ન કરી રહી છે. અકસ્માતની જાણકારી મળતા જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આઘાતમાં સરી પડ્યા. તેમણે આ ઘટનાને હ્રદયદ્રાવક ગણાવી અને કહ્યું કે ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે. તમામ ઘાયલોની જલદી સાજા થવાની કામના પણ કરી. 

— PMO India (@PMOIndia) August 31, 2021

પીએમ મોદીએ પણ જતાવ્યો શોક
ભયાનક અકસ્માત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો. આ દુખદ સમાચાર અંગે પીએમઓ તરફથી ટ્વીટ થઈ. પોસ્ટમાં લખ્યું છે કે રાજસ્થાનના નાગૌરમાં થયેલો ભીષણ રોડ અકસ્માત ખુબ જ દુખદ છે. જે લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવવા પડ્યા હું તે તમામના પરિજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે જ ઘાયલોના જલદી સ્વસ્થ થવા અંગેની કામના કરું છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news