મોટા મોટા એન્જિનિયર્સ જ્યાં ફેલ થયા ત્યાં એક મુસ્લિમ મિસ્ત્રીએ સ્થાપિત કરાવ્યું અઢી ટનનું શિવલિેંગ
મધ્ય પ્રદેશના મંદસૌરના પ્રસિદ્ધ ભગવાન પશુપતિનાથ મહાદેવ મંદિરમાં સહસ્ત્રેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત કરાઈ રહી છે. મળતી માહિતી મજુબ આ શિવલિંગનું વજન અઢી ટન છે. જ્યારે તેની લંબાઈ અને ગોળાઈ 6.50 ફૂટ છે.
Trending Photos
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના મંદસૌરના પ્રસિદ્ધ ભગવાન પશુપતિનાથ મહાદેવ મંદિરમાં સહસ્ત્રેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત કરાઈ રહી છે. મળતી માહિતી મજુબ આ શિવલિંગનું વજન અઢી ટન છે. જ્યારે તેની લંબાઈ અને ગોળાઈ 6.50 ફૂટ છે. શિવજીના આ શિવલિંગને જળાધારી એટલે કે જિલહરીમાં સ્થાપિત કરવાનું હતું. આ માટે ક્રેનની પણ મદદ લેવાની હતી. પ્રશાસને પીડબલ્યુડી, પીએચઈ, જિલ્લા પંચાયત સહિત તમામ વિભાગોના એન્જિનિયર્સને બોલાવ્યા. પરંતુ કોઈ જણાવી શક્યું નહીં કે આખરે શિવલિંગને જિલહરી પર કેવી રીતે ઉતારવામાં આવે. ત્યારબાદ ભગવાનના મંદિરમાં સ્થાપિત કરવાની જવાબદારી એક મુસ્લિમ મિસ્ત્રીએ લીધી.
ક્યારેય શાળાએ ગયા નથી
મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્યારે આ કામની તૈયારી ચાલુ હતી ત્યારે ત્યાં મકબૂલ નામનો એક મિસ્ત્રી પણ કામ કરતો હતો. અધિકારીઓ અને એન્જિનિયર્સને આ સમસ્યા સામે ઝઝૂમતા તે જોઈ રહ્યો હતો. પરંતુ કોઈ જ્યારે સમસ્યાનું સમાધાન કાઢી ન શક્યા ત્યારે અંતમાં મકબૂલે એવો રસ્તો બતાડ્યો જે પહેલા કોઈના મગજમાં નહતો આવ્યો. જ્યારે તેણે આ સમસ્યાનું સમાધાન જણાવ્યું તો ત્યાં ઊભેલા મોટા મોટા અધિકારીઓ પણ દંગ રહી ગયા. સૌથી કમાલની વાત એ છે કે મકબૂલ ક્યારેય શાળાએ ગયો નથી. આમ છતાં તેણે પોતાના અનુભવના આધારે આ સમસ્યાનો ઉકેલ કાઢ્યો.
મકબૂલે જણાવ્યો આ ઉપાય
અત્રે જણાવવાનું કે મકબૂલે એવો ઉપાય સૂજાડ્યો કે શિવલિંગને જિલહરીમાં જે જગ્યાએ સ્થાપિત કરવાનું છે તે જગ્યાએ જો બરફ રાખવામાં આવે તો જિલહરીને કોઈ નુકસાન પણ નહીં પહોંચે અને શિવલિંગ પણ સુરક્ષિત રહેશે. ત્યારબાદ બરફ પીગળી જવાની સાથે સાથે ભગવાન શિવ જિલહરીમાં પ્રવેશ કરતા જોવા મળશે. કોઈ અન્ય રસ્તો ન દેખાતા બધાએ મકબૂલની વાત માની અને તેમની સૂજબૂજ કામ આવી ગઈ. એન્જિનિયરોની કલાકોની સમસ્યાનો મકબૂલે ચપટીમાં ઉકેલ લાવી દીધો. તેમની સૂજબૂજના કારણે શિવ સહસ્ત્રેશ્વર મહાદેવ જલાધારીમાં સ્થાપિત થઈ ગયા.
અલ્લાહ ઈશ્વર એક છે
મીડિયા સાથે વાત કરતા મકબૂલે કહ્યું કે અલ્લાહ અને ઈશ્વર એક જ છે. મને ખુશી છે કે મારા હાથે આ પુનિત કામ થયું છે. મંદિર મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ કલેક્ટર ગૌતમ સિંહે જણાવ્યું કે શિવલિંગને જિલહરીમાં સ્થાપિત કરવા માટે ખુબ જદ્દોજહેમત કરવી પડી. તમામ એન્જિનિયર્સને બોલાવી લીધા. તમામ અધિકારીઓ કામે લાગ્યા પરંતુ કોઈ ઉપાય દેખાતો નહતો. મકબૂલભાઈ આવ્યા અને તેમણે આ કામ સરળતાથી કરી દીધુ. એવું લાગતું હતું કે જાણે આ કામ પાર પાડવા માટે ભગવાને જ તેમને મોકલ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે