ભીષણ ગરમીથી અત્યાર સુધી 60 લોકોના મોત, તાપમાને તોડ્યા રેકોર્ડ, જાણો ક્યારે અટકશે આ હીટવેવ
એનસીડીસી તરફથી જારી કરવામાં જાહેર કરવામાં આવેલા લૂથી મોતના આંકડા 1 માર્ચ 2024થી છે. માત્ર મે મહિનામાં 46 લોકોના મોત થયા છે કારણ કે મધ્ય, પૂર્વી અને ઉત્તર ભારતના ઘણા વિસ્તાર ભીષણ ગરમીનો સામનો કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ આખું ભારત અત્યારે કાળઝાળ ગરમીના કારણે બેહાલ છે. ઉત્તર પ્રદેશ હોય કે બિહાર, ઓડિશા હોય કે ઝારખંડ. દરેક રાજ્યમાં આ વર્ષની ગરમી જીવેલણ સાબિત થઈ રહી છે. કેમ કે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ચૂંટણી ડ્યુટી પર આવેલા 5 હોમગાર્ડ્સનું મોત થઈ ગયું. તો ભીષણ ગરમી અને લૂના કારણે 1 માર્ચથી અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે ત્યારે હાલમાં દેશમાં ગરમીની શું છે સ્થિતિ?. ક્યાં જઈને અટકશે ગરમીનો પારો? આ સવાલના જવાબ મેળવીશું આ રિપોર્ટમાં.
ચૂંટણીના ગરમાવા વચ્ચે હીટવેવથી દેશના લોકો બેહાલ છે. સતત વધી રહેલા ગરમીના પારાએ લોકોની ચિંતા વધારી છે. રેકોર્ડતોડ ગરમી દેશના લોકો માટે સાબિત થઈ રહી છે જીવલેણ.
આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે આ વખતે ગરમી માત્ર પરસેવો જ વહાવી રહી નથી પરંતુ જીવ પણ લઈ રહી છે. ઉત્તર પ્રદેશ હોય કે બિહાર, ઓડિશા હોય કે ઝારખંડ, દરેક રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. ઉત્તર પ્રદેશના મિર્જાપુરમાં ગરમી એ હદે કાતિલ બની ગઈ તે ચૂંટણીની ડ્યુટી પર આવેલા 5 હોમગાર્ડ્સના મોત થયા છે. મિર્જાપુરમાં હીટવેવના કારણે 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. જે દર્શાવે છે કે આ વર્ષની ગરમી કાતિલ બની ગઈ છે....
હીટવેવના કારણે આખા દેશમાં લોકોના મોત થઈ રહ્યા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેટા પ્રમાણે.
1 માર્ચથી અત્યાર સુધી હીટવેવના કારણે 60 લોકોના મોત થઈ ચૂક્યા છે...
જેમાં 32 લોકોનાં મોત હીટ સ્ટ્રોકથી થયા.
જ્યારે 28 લોકોના મોતનું સંભવિત કારણ પણ હીટ સ્ટ્રોક જ ગણવામાં આવી રહ્યું છે
સરકારી આંકડા છે કે દેશમાં ગરમીના કારણે 60 લોકોનાં મોત થયા છે
જ્યારે મોતનો બિનસત્તાવાર આંકડો 270 સુધી પહોંચી ગયો છે
યુપી સરકાર દાવો કરે છે કે ગરમીના કારણે એકપણ મોત થયું નથી
પરંતુ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે યૂપીમાં 162 લોકોના ગરમીથી મોત થયા છે
બિહાર સરકારના આંકડા પ્રમાણે 14 લોકોના ગરમીથી મોત થયા છે
જ્યારે બિનસત્તાવાર મોતનો આંકડો 65ની ઉપર પહોંચી ગયો છ
રાજસ્થાનમાં ગરમીથી મોતનો સરકારી આંકડો માત્ર 5 છે
પરંતુ ભીષણ ગરમીના કારણે 60થી વધુ લોકોના મોત નીપજ્યા છે
જ્યારે દિલ્લીમાં પણ પ્રચંડ લૂના કારણે 1 વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે
જૂન મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં ગરમી ઓછી થવાનું નામ લઈ રહી નથી ત્યારે કયા રાજ્યમાં કેવી સ્થિતિ છે તે પણ જોઈ લઈએ. સૌથી પહેલાં વાત કરીશું રાજસ્થાનની. અહીંયા પાલીમાં ભયંકર ગરમીના કારણે પાણીનું મોટું સંકટ સર્જાયું છે. જમીન પણ પાણી વિના સૂકી ભઠ્ઠ બની ગઈ છે. લોકોને પીવાનું અને વપરાશના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. લોકોને ઉંડા કૂવાઓ કે ટેન્કર પર નિર્ભર રહેવાની નોબત આવી છે.
ઉદયપુરમાં આકાશમાંથી વરસી રહેલી ગરમીના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકો ગરમીમાં રાહત મેળવવા માટે જ્યુસ કે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. તો રસ્તા પર સામાન વેચતાં ફેરિયાઓની હાલત તો કફોડી બની ગઈ છે. પિંક સિટી તરીકે ઓળખાતા રાજસ્થાનના જયપુરની સ્થિતિ પણ વિકટ છે. કેમ કે અહીંયા ગરમીનો પારો હાઈ જતાં પાણી ખૂટી પડ્યા છે. નળમાં પાણી આવતું નથી. જેના કારણે લોકોને ઘરે-ઘરે ટેન્કરથી પાણી પહોંચાડવાની નોબત આવી છે. જે દર્શાવે છે કે ગરમીના કારણે અહીંયાના લોકોને પાણી માટે ટળવળવું પડી રહ્યું છે...
આ તરફ ટ્રેનમાં મુસાફરી કરતાં મુસાફરો પણ સતત વધી રહેલી ગરમીથી પરેશાન છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ રેલવે સ્ટેશન પર ગરમીના કારણે લોકો પરેશાન છે. રેલવે સ્ટેશન પર ચાલતાં પંખા પણ આગ ઓકી રહ્યા છે.. તો રેલવે સ્ટેશન પર ઠંડા પાણીના વધુ પોઈન્ટ ન હોવાના કારણે મુસાફરોને પાણી ભરવા માટે રાહ જોવી પડે છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.. પરંતુ દેશના વિવિધ ભાગોમાં ચોમાસું પહોંચતા 10થી 20 દિવસ લાગી શકે છે. જેના કારણે અસહ્ય ગરમીથી પરેશાન લોકો ભગવાન સૂર્ય દેવને પ્રકોપ ઓછો કરવાની પ્રાર્થના કરી રહ્યા છે અને મેઘરાજાને મનામણા કરી રહ્યા છે કે ઝડપથી પધરામણી કરો. જેથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે