Kisan Andolan: કોઈ આંદોલનને કચડીને શાંત ન કરી શકાયઃ સત્યપાલ મલિક
સત્યપાલ મલિકે કહ્યુ, મોટાભાગના કિસાન શાંતિપૂર્વક રહ્યા. હું તેમને સરકારની સાથે વાતચીત કરી સમાધાન કાઢવાની અપીલ કરુ છું. આ સાથે હું સમાધાન કરતા તે જણાવવા ઈચ્છુ છું કે વિશ્વના કોઈપણ આંદોલનને દબાવી-કચડી શાંત ન કરી શકાય.
Trending Photos
શિલોન્ગ/નવી દિલ્હીઃ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક (Satyapal Malik) એ કિસાન આંદોલન (Kisan Andolan) ને લઈને સરકાર અને કિસાનોએ સાથે મળીને સમાધાન કાઢવાની અપીલ કરી છે. આ સાથે તેમણે સરકારને અપીલ કરતા કહ્યું કે, વિશ્વના કોઈપણ આંદોલનને દબાવી-કચડીને શાંત ન કરી શકાય.
મલિકે કહ્યુ, હું ખુદ કિસાનોના આંદોલનથી નિકળેલો નેતા છું. તેથી હું તેમની સમસ્યાઓ સમજી શકુ છું. આ મામલામાં જલદીથી સમાધાન નિકળવુ દેશના હિતમાં છે. હું સરકારને અપીલ કરુ છું કે કિસાનોની સમસ્યાને સાંભળે. બન્ને પક્ષોએ જવાબદારીની સાથે વાતચીતમાં સામેલ થવું જોઈએ.
I emerged as a leader from farmers' movement and understand their cause. It is in the interest of nation to find a speedy solution to the issue. I urge the government to listen to their concerns, both sides should responsibly engage in talks: Meghalaya Governor Satya Pal Malik pic.twitter.com/DWkFuLdDt6
— ANI (@ANI) January 31, 2021
તેમણે કહ્યુ, મોટાભાગના કિસાન શાંતિપૂર્વક રહ્યા. હું તેમને સરકારની સાથે વાતચીત કરી સમાધાન કાઢવાની અપીલ કરુ છું. આ સાથે હું સમાધાન કરતા તે જણાવવા ઈચ્છુ છું કે વિશ્વના કોઈપણ આંદોલનને દબાવી-કચડી શાંત ન કરી શકાય.
મૂળરૂપથી ઉત્તર પ્રદેશ (Uttar pradesh) ના બાગપતના નિવાસી સત્યપાલ મલિક હાલ મેઘાલયના રાજ્યપાલ છે. આ પહેલા તેઓ જમ્મુ-કાશ્મીર, ગોવા, બિહાર, ઓડિશાના પણ રાજ્યપાલ રહી ચુક્યા છે. ધારાસભ્ય તરીકે રાજકીય જીવન શરૂ કરનાર મલિક લોકસભા અને રાજ્યસભાના સાંસદ રહ્યા છે. તેઓ જનતા દળ અને ભાજપની સાથે રાજનીતિમાં સક્રિય રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે