મહેબૂબાએ PM મોદીને લખ્યો પત્ર, કાશ્મીરી વિદ્યાર્થીઓને છોડવાની કરી માંગ
પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આગ્રાહમાં દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓને છોડવાની અપીલ કરી છે.
Trending Photos
શ્રીનગરઃ આગ્રામાં (Agra) દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા કાશ્મીરી વિદ્યાર્થીને (Kashmiri Students) લઈને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મહેબૂબાએ પત્રમાં આશા વ્યક્ત કરી છે કે ધરપકડ કરાયેલા વિદ્યાર્થીને જલદી છોડી દેવામાં આવશે.
વિદ્યાર્થીઓ પર કાર્યવાહીથી અવિશ્વાસ વધશે
જાણકારી પ્રમાણે મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) પત્રમાં લખ્યું છે કે દેશભક્તિની ભાવનાને પ્રેમથી વધારી શકાય છે. તેને ડંડા કે બંદૂકના જોરે ન વધારી શકાય. મહેબૂબાએ આગળ લખ્યું છે કે વિદ્યાર્થીઓ પર આવી કાર્યવાહીથી અવિશ્વાસનો માહોલ વધશે.
PDP President Mehbooba Mufti writes to PM Modi regarding the arrests of three Kashmiri students in Agra for allegedly celebrating Pakistan's win over India in a T20 World Cup cricket match. "I request you to intervene so that future of these youngsters is not destroyed," she says pic.twitter.com/OF2Dvgz7In
— ANI (@ANI) October 30, 2021
છાત્રોને છોડાવવા માટે પીએમ મોદી પહેલ કરશે
મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) પત્રમાં આશા વ્યક્ત કરી કે દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓને છોડાવવા માટે પીએમ મોદી હસ્તક્ષેપ કરશે. મહેબૂબાએ લખયું કે, દેશદ્રોહ જેવી કડક કલમ લગાવવાથી કાશ્મીરી વિદ્યાર્થીઓનું કરિયર બરબાદ થઈ શકે છે. તેથી આ મામલામાં નરમી દેખાડવી જોઈએ.
24 ઓક્ટોબરે હતી ભારત-પાકની મેચ
મહત્વનું છે કે ટી20 વિશ્વકપમાં 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે ક્રિકેટ મેચ હતી. આ મેચમાં ભારતે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આરોપ છે કે અનેક જગ્યા પર કેટલાક લોકોએ ભારતની હારનો જશ્ન મનાવ્યો અને પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ કરી હતી.
આગ્રામાં કરી હતી ભારતની હારની ઉજવણી
આરોપ છે કે આગ્રાની એક એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા કાશ્મીરના 3 વિદ્યાર્થીઓએ ભારતની હારનો જશ્ન મનાવતા પોતાના સ્ટેટસ પર અપડેટ કર્યું હતું. તે વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની સ્કોલરશિપ પર એન્જિનિયરિંગ કોસ્માં એડમિશન થયું હતું. મામલો વિવાદમાં આવ્યા બાદ ત્રણેય વિદ્યાર્થીઓ પર કેસ દાખલ કરી જેલ મોકલી દેવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે