Anil Deshmukh વિરૂદ્ધ ED મોટી કાર્યવાહી, 13 કલાક પૂછપરછ બાદ ધરપકડ

આ પહેલાં ઇડી (ED) તરફથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઇડી તરફથી મળતી માહિતી અનુસાર અનિલ દેશમુખ પૂછપરછમાં સહયોગ કરતા ન હતા. આજે અનિલ દેશમુખ (Anil Deshmukh) ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Anil Deshmukh વિરૂદ્ધ ED મોટી કાર્યવાહી, 13 કલાક પૂછપરછ બાદ ધરપકડ

મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) ની સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગે ધરપકડ કરવામાં આવી. તેમની ધરપકડની સૂચના ઇડી (ED) ના અધિકારીઓએ આપી. ઇડી (ED) ના અધિકારીઓએ તરફથી મળતી માહિતી અનુસાર અનિલ દેશમુખ (Anil Deshmukh) ની બળજબરીપૂર્વક વસૂલી અને મની લોન્ડ્રીંગના આરોપ (Money Laundering Case) માં ધરપકડ કરવામાં આવી છે. ઇડી (ED) 

આ પહેલાં ઇડી (ED) તરફથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઇડી તરફથી મળતી માહિતી અનુસાર અનિલ દેશમુખ પૂછપરછમાં સહયોગ કરતા ન હતા. આજે અનિલ દેશમુખ (Anil Deshmukh) ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર અનિલ દેશમુખના વકીલ ઇંદ્રપાલ સિંહે કહ્યું- સાડા ચાર કરોડ રૂપિયા સાથે જોડાયેલા આ કેસની તપાસમાં અમે સહયોગ કરી રહ્યા છીએ. આજે જે સમયે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે તો અમે તેમના રિમાન્ડનો વિરોધ કરીશું.  

ઇડીએ સ્પષ્ટ કહ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી તપાસમાં સહયોગ કરી રહ્યા ન હતા. એટલા માટે ધરપકડ કરવામાં આવી. મહારાષ્ટ્ર પૂર્વ ગૃહ મંત્રી દેશમુખ પોતાના વકીલની સાથે સવારે લગભગ 11:40 મિનિટ પર દક્ષિણ મુંબઇ (Mumbai) ના બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં સ્થિત એજન્સીની પહોંચ્યા હતા. ઇડીના અધિકારી સતત તેમની સાથે પૂછપરછ કરી રહ્યા હતા અને કેસ સંબંધિત જાણકારી એકઠી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. 

— ANI (@ANI) November 1, 2021

ધરપકડને લઇને અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે કેન્દ્રીય તપાસ એજન્સી મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police) પ્રતિષ્ઠાનમાં 100 કરોડ રૂપિયાની કથિત લાંચ તથા વસૂલાના મામલે કરવામાં આવી રહેલી તપાસ સંબંધમાં પીએમએએલએ ના હેઠળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 71 વર્ષીય નેતાના નિવેદન નોંધ્યા છે. તમને જણાવી દઇએ કે વસૂલીના આરોપોના કારણે દેશમુખએ એપ્રિલમાં રાજીનામું આપવું પડ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news