UP પોલીસને માફિયા ડોન મુખ્તાર અંસારીની કસ્ટડી મળી, બાંદા માટે થયા રવાના, પત્ની ભયભીત
Trending Photos
નવી દિલ્હી: યુપી પોલીસ (UP Police) માફિયા ડોન મુખ્તાર અંસારીને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) લાવવા માટે પંજાબના રોપડથી રવાના થઈ ગઈ છે. યુપીનો બાહુબલી ગણાતો મુખ્તાર અંસારી અત્યાર સુધી પંજાબની રોપડ જેલમાં બંધ હતો. મુખ્તારને એમ્બ્યુલન્સમાં લઈને યુપીના બાંદા જેલ માટે ટીમ રવાના થઈ છે. એમ્બ્યુલન્સની આગળ પાછળ યુપી પોલીસનો કડક સુરક્ષા બંદોબસ્ત છે. લગભગ 10 ગાડીઓનો કાફલો બાંદા માટે રવાના થયો છે. જેમાં 150 પોલીસકર્મી છે.
મુખ્તારની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં લગાવી ગુહાર
આ બધા વચ્ચે મુખ્તાર અંસારીની પત્ની અફશાન અંસારીએ સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા. તેને મુખ્તાર અંસારીનું એન્કાઉન્ટર થવાનો ડર સતાવી રહ્યો છે. પતિની સુરક્ષા માટે તેણે કોર્ટમાં અરજી કરી. તેને ડર છે કે ક્યાક મુખ્તારના હાલ વિકાસ દુબે જેવા ન થાય. અફશાને પતિને પૂરતી સુરક્ષા આપવાની માગણી કરી છે અને જીવનું જોખમ ગણાવ્યું છે. તેણે કહ્યું કે તેના પતિના હાલ વિકાસ દુબે જેવા થઈ શકે છે.
અફશાને કહ્યું કે મુખ્તાર હંસારીએ ભાજપ વિરુદ્ધ મજબૂતાઈથી ચૂંટણી લડી હતી અને તેના કાર્યકરો વિરુદ્ધ નોંધાયેલા અનેક કેસોમાં સાક્ષી પણ છે. પોતાની અરજીમાં તેણે કહ્યું કે મુખ્તાર અંસારીને એન્કાઉન્ટરમાં મારી નાખવાનું જોખમ છે. આ સાથે જ માફિયા ડોન બ્રજેશ સિંહ પણ રાજ્ય સરકારની મદદથી તેને જીવથી મારી નાખવાની કોશિશ કરી શકે છે.
અરજીમાં કહેવાયું છે કે મુખ્તાર અંસારીને બાંદા જેલથી લઈ જવા દરમિયાન કે જેલમાં રહેવા દરમિયાન મારવામાં આવી શકે છે. મુખ્તાર અંસારી ભાજપ વિરુદ્ધ અનેક ચૂંટણી લડી ચૂક્યા છે અને કેટલાક એવા મામલામાં સાક્ષી પણ છે કે જેમાં ભાજપના નેતા આરોપી છે. આથી તેને મારવાની કોશિશ થઈ શકે છે. અરજીમાં મુખ્તારને પૂરતી સુરક્ષા આપવાની માગણી કરાઈ છે.
આ બાજુ બાંદા જેલની જે બેરેકમાં મુખ્તારને રાખવામાં આવશે તેની આજુબાજુ સુરક્ષા કડક કરાઈ છે. જેલની અંદર 10થી 15 ફૂટના અંતરે પોલીસ જવાનો તૈનાત કરાયા છે. જેલમાં દરેકના આવવા જવાના રેકોર્ડ રાખવામાં આવી રહ્યા છે. પોલીસના જવાનો ઉપર પણ નજર રખાશે કે કોણ કેટલીવાર અવરજવર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે