ભ્રષ્ટાચાર કેસમાં TDP ચીફ ચંદ્રબાબૂ નાયડૂ 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં, આ જેલમાં રહેશે પૂર્વ CM
N Chandrababu Naidu Custody: ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુની શનિવારે (9 સપ્ટેમ્બર) કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ કેસમાં પોલીસે ધરપકડ કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ N Chandrababu Naidu Custody: તેલુગુ દેશમ પાર્ટી (TDP)અધ્યક્ષ એન ચંદ્રબાબૂ નાયડૂને ભ્રષ્ટાચાર કેસમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની કોર્ટે રવિવાર (10 સપ્ટેમ્બર) એ 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. નાયડૂને 14 દિવસ રાજમુંદરી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે.
પૂર્વ મુખ્યમંત્રી નાયડૂને શનિવાર (8 સપ્ટેમ્બર) ની મોડી રાત્રે ત્રણ કલાક 40 મિનિટ પર મેડિકલ તપાસ માટે વિજયવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ પહેલા તેમની અહીં કુંચનપલ્લી સ્થિત લગભગ 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
એન ચંદ્રબાબૂ નાયડૂની ક્યારે ધરપકડ થઈ?
સીઆઈડી ટીમે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નાયડૂની શનિવારે સવારે સવારે સાડાછ કલાકે નંદયાલ શહેરના જ્ઞાનપુરમ સ્થિત આર કે ફંક્શન હોલની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે પોતાની બસમાં આરામ કરી રહ્યાં હતા.
શું છે ઘટના?
આંધ્ર પ્રદેશ પોલીસ (Andhra Pradesh Police)એ કથિત કૌશલ વિકાસ નિગમ કૌભાંડમાં નાયડૂને શનિવારે મુખ્ય ષડયંત્રકારી ગણાવ્યા હતા. એવો આરોપ છે કે આ કથિત કૌભાંડથી રાજ્ય સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે