પીએમ મોદીને લોકો પાસે મોબાઇલની ફ્લેશ ચાલુ કરાવી આપી ‘નેતાજી’ને શ્રદ્ધાંજલિ

આંદામાન અને નિકોબાર ટાપુ પર આજે હિંદ ફોજે 1943માં ધ્વજ ફરકાવ્યો હતો. પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહાન ઘટનાના 75 વર્ષ પૂરા થવાના અવસર પર રવિવારે આંદામાન અને નિકોબાર પહોંચ્યા હતા.

પીએમ મોદીને લોકો પાસે મોબાઇલની ફ્લેશ ચાલુ કરાવી આપી ‘નેતાજી’ને શ્રદ્ધાંજલિ

પોર્ટ બ્લેયર: આંદામાન અને નિકોબાર ટાપુ પર આજે હિંદ ફોજે 1943માં ધ્વજ ફરકાવ્યો હતો. પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહાન ઘટનાના 75 વર્ષ પૂરા થવાના અવસર પર રવિવારે આંદામાન અને નિકોબાર પહોંચ્યા હતા. પીએમ મોદીએએ પોર્ટ બ્લેયરના મરીના પાર્કમાં સભાનું સંબોધન કર્યું હતું. તે દરમિયાન પીએમ મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ તેમના મોબાઇની ફ્લેશલાઇટ એક સાથે ચાલુ કરી નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપે. પીએમ મોદીના અપિલ કરાત જ ફ્લેશલાઇટથી સમગ્ર મરીના પાર્ક ઝગમગી ઉઠ્યું હતું. તેની સાથે લોકોએ નેતાજીને શ્રદ્ધાંજલિ આપતા નારા લગાવ્યા હતા.

મરીના પાર્કમાં જનસભાનું સંબોધન કરાત પીએમ મોદીએ આંદામાન અને નિકોબારના ત્રણ ટાપુઓનું નામ બદલવાની જાહેરાત કરી છે. તેમાં રોસ આઇલેન્ડનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ, નીલ આઇલેન્ડનું નામ શહીદ ટાપુ અને હેવલોક આઇલેન્ડનું નામ સ્વરાજ ટાપુ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આઝાદ હિંદ ફોજે અહીંયા 75 વર્ષ પહેલા ધ્વજ ફરકાવવાનું સાહસિક કાર્ય કર્યું હતું. અને હવે અહીંયા ધ્વજ ફરકાવવા પર ગર્વ અનુભવ કરી રહ્યો છું.

— ANI (@ANI) December 30, 2018

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આઝાદીના નાયકોની વાત આવે છે તો, નેતાજીનું નામ આપણામાં ગૌરવ અને નવી ઉર્જાથી ભરી દે છે. તેમણે કહ્યું કે નેતાજીને આ દ્રઢ વિશ્વાસ હતો કે અકરાષ્ટ્રના રૂપમાં તેમની ઓળખ પર ભાર આપીને માનસિકતા બદલી શકાય છે. આજે હું ખુશ છું કે એક ભારત, શ્રેષ્ઠ ભારતને લઇ નેતાજીની ભાવનાઓને 130 કરોડ ભારતવાસીઓ એક કરવામાં લાગ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે અહીંયા પાણી અને વીજળી જેવી મુળભૂત સુવિધાઓ પુરી કરવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અગાઉના 20 વર્ષમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તેના માટે ઘાનીકારી ડેમની ઉંચાઇ વધારવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news