નેવી કમાન્ડર અભિલાષ ટોમીનો આબાદ બચાવ, હિંદ મહાસાગરમાં થયા હતા ગુમ
અભિલાષ ટોમી ગોલ્ડન ગ્લોબ રેસમાં ભારતીય પ્રતિનિધિ કમાન્ડર છે. તેને સુરક્ષિત બચાવવા માટે ઇન્ડિયન નેવીના આઇએનએસ સતપુડા અને ઓસ્ટ્રેલિયન નેવી દળ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Trending Photos
પર્થ: ભારતીયો માટે સોમવાર એક મોટા રાહતના સમાચાર લઇને આવ્યો છે. નેવીના કમાન્ડર અભિલાષ ટોમીને હિંદ મહાસાગરમાંથી બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ફ્રાંસની ટીમે તેમને બચાવ્યા ત્યારે તે ઘાયલ હાલાતમાં મળી આવ્યા હતા, જોકે તે સભાન હતા. ત્યારબાદ તેમને ફ્રંચ ફિશિંગ વેસલ દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા હતા. અભિલાષ ટોમી ગોલ્ડન ગ્લોબ રેસમાં ભારતીય પ્રતિનિધિ કમાન્ડર છે. તેને સુરક્ષિત બચાવવા માટે ઇન્ડિયન નેવીના આઇએનએસ સતપુડા અને ઓસ્ટ્રેલિયન નેવી દળ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ તેમને મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે.
વાંચવા માટે ક્લિક કરો: 49 દિવસ દરિયા વચ્ચે મોત સામે લડ્યો 19 વર્ષનો આ યુવાન
બધા જ અવરોધો પાર કરી આઇરિસ સેલર ગ્રેગર મેક ગકિન તેમની પાસે પહોંચ્યા હતા. દક્ષિણ હિંદ મહાસાગરના જે ભાગમાં તેઓ મળ્યા, તે સમયે દરિયામાં 5થી 8 મીટર સુધી ઉંચા મોજા ઉછડી રહ્યાં હતાં. ગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લેતા સમયે રવિવારે દરિયાઇ તાફાનમાં ફસાવવાના કારણે અભિલાષ ટોમી ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમનો સંપર્ક પણ તૂટી ગયો હતો. એયરક્રાફ્ટ P8iના કમાન્ડર અભિલાષ અને તેમની બોટની સૌથી પહેલા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સંપર્ક થવા પર તેણે જણાવ્યું હતું કે તેઓ ઘાયલ છે. તેમણે તેના માટે એક સ્ટ્રેચરની પણ માંગ કરી હતી.
વાંચવા માટે ક્લિક કરો: પશ્ચિમ બંગાળમાં હિંસા: BJP નેતાનો હુંકાર: ‘પોલીસ આવે તો ઝાડથી બાંધી દો’
શું હોય છે ગોલ્ડન ગ્લોબ રેસ
ગોલ્ડન ગ્લોબ રેસ એક બોટ રેસ સ્પર્ધા હોય છે અને તેમાં દુનિયા ભરના જાણીતા નાવિકો ભાગ લેતા હોય છે. આ વર્ષે આ સ્પર્ધા 1 જુલાઇએ ફ્રાંસથી શરૂ થઇ હતી. કમાન્ડર અભિલાષે ગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લીધો હતો. અને પર્થથી થોડે દુર દક્ષિણ હિંદ મહાસાગરમાં તેમના જહાજનો સંપર્ક તુટી ગયો હતો. કમાન્ડક અભિલાષ આ પહેલાં પણ વગર રોકાયે વિશ્વનો ચક્કર મારી ચુક્યા છે. તેમને આ રેસમાં ભાગ લેવા માટે ખાસ સભ્યના રૂપમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. કમાન્ડર અભિલાષ ભારતીય નૌસેનામાં ફ્લાઇંગ ઓફિસરના પદથી જાણીતા છે.
વાંચવા માટે ક્લિક કરો: ગોધરા હત્યાકાંડમાં PM મોદીની છબી ખરાબ કરનારા 4 સામે ફરિયાદ
2013માં કીર્તિ ચક્રથી કરવામાં આવ્યું હતું સમ્માન
ભારતીય નેવીના જણાવ્યા અનુસાર, દરિયામાં તાફોનને કારણે અભિલાષ ઘાયલ થયો હતો. ખાસ કરીને તેની પીઠ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેણે તેના છેલ્લા સંદેશમાં કહ્યું હતું કે તે સુરક્ષિત છે, પરંતુ પીઠની ઇજાના કારણે તેની બોટ ચલાવવા સક્ષમ ન હતા. અભિલાષ ટોમીને 2013માં કીર્તિ ચક્રથી સમ્માનીત કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે