NEET UG Result 2020: એનટીએ જાહેર કર્યા નીટના પરિણામ, ntaneet.nic.in પર કરો ચેક
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ, NTA) નીટ યૂઝી 2020 પરીક્ષાના પરીણામ (NEET UG Result 2020) જાહેર કરી દીધા છે. 14 લાખથી વધારે ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ, NTA) નીટ યૂઝી 2020 પરીક્ષાના પરીણામ (NEET UG Result 2020) જાહેર કરી દીધા છે. 14 લાખથી વધારે ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો, ઉમેદવારોએ પોતાનું રિઝલ્ટ ntaneet.nic.in પર ચેક કરી શકે છે.
આ રીતે ચેક કરો રિઝલ્ટ
પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોવા માટે એનટીએની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
1. રિઝલ્ટ પોર્ટલ ntaneet.nic.in પર જાવ
2. રિઝલ્ટ પેજ પર રજિસ્ટ્રેશન નંબર ભરો.
3. કેન્ડિડેટ લોગિનની લીંક પર ક્લિક કરો.
4. પોતાનો સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી લો. તેમાં કટ-ઓફ સ્કોર, વિષયવાર માર્ક્સ અને અન્ય વિગત હશે.
તમે ઇચ્છો તો સ્કોર કાર્ડની પ્રિંટ આઉટ નિકાળી શકો છો. તેનાથી ભવિષ્યમાં જરૂર પડતાં સરળતા રહે છે.
એક વર્ષ સુધી વેલિડ છે સ્કોર
મેડિકલ સંસ્થાઓના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ માટે આયોજિત કાર્યવાહી કરનાર પરીક્ષા નીટ (NEET) નું પરિણામ એક વર્ષ સુધી માન્ય રહે છે. આ સ્કોર દ્રારા ભારતના મેડિકલ કોલેજો તથા ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લઇ શકાય છે. આ પરીક્ષા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીઓ અથવા એનટીએ (National Test Agency, NTA) દ્વારા આયોજિત કરવામાં આવી હતી. ઉમેદવાર નીટ 2020 પરિણામ અને સંબંધિત અપડેટ માટે એજન્સીને પોર્ટલ, nta.nic.in અથવા પરીક્ષા પોર્ટલ, ntaneet.nic.in પર વિઝિટ કરી શકો છો.
એમ્સ (AIIMS), PIGMER તથા અન્ય મેડિકલ સંસ્થાઓ (Medical Institute)માં પ્રવેશ હેતુ નીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. 14 ઓક્ટોબરે બાકીના ઉમેદવારોની પરીક્ષા યોજવામાં આવી હતી અને આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે