હવે લોકો ઘર બેઠા ખુદ કરી શકશે કોરોનાની તપાસ, હોમ ટેસ્ટિંગ કિટને ICMR ની મંજૂરી

આઈસીએમઆરે કહ્યું કે, હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે. આ તેના માટે નથી જે લોકો લેબમાં કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા છે.
 

હવે લોકો ઘર બેઠા ખુદ કરી શકશે કોરોનાની તપાસ, હોમ ટેસ્ટિંગ કિટને ICMR ની મંજૂરી

નવી દિલ્હીઃ કોરોનાનો ટેસ્ટ હવે ઘર પર કરી શકાશે. આઈસીએમઆરે એક કિટને મંજૂરી આપી છે. આ કિટ દ્વારા ઘરમાં જ નાકથી કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ લઈ શકાશે. ICMR એ કોરોના ટેસ્ટ કિટને લઈને એડવાઇઝરી પણ જાહેર કરી છે. 

આઈસીએમઆરે કહ્યું કે, હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે. આ તેના માટે નથી જે લોકો લેબમાં કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા છે. હોમ ટેસ્ટિંગ માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી મોબાઇલ એપ ડાઉનલોડ કરવી પડશે. 

મોબાઇલ એપ દ્વારા પોઝિટિવ કે નેગેટિવ રિપોર્ટ મળશે. જે લોકો ટેસ્ટિંગ કરશે તેણે ટેસ્ટ સ્ટ્રિપ ફોટો પાડવો પડશે અને તે ફોનથી તસવીર લેવાની રહેશે જેના પર મોબાઇલ એપ ડાઉનલોડ હશે. મોબાઇલ ફોનનો ડેટા સીધો ICMR ના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે. પરંતુ દર્દીની ગોપનીયતા યથાવત રહેશે. આ ટેસ્ટ દ્વારા જેનો પોઝિટિવ રિપોર્ટ આવશે તેને પોઝિટિવ માનવામાં આવશે. કોઈ બીજા ટેસ્ટની જરૂર પડશે નહીં. 

જે લોકો પોઝિટિવ હશે તેણે હોમ આઇસોલેશનને લઈને  ICMR અને હેલ્થ મિનિસ્ટ્રીની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. 

લક્ષણવાળા જે દર્દીઓનું રિઝલ્ટ નેગેટિવ આવશે તેણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. હોમ આઇસોલેશન ટેસ્ટિંગ કિટ માટે માઈ લેબ ડિસ્કવરી સોલ્યૂશન લિમિટેડને ઓથોરાઇઝ કરવામાં આવ્યું છે. આ પુણેની કિંમતની છે. આ કિટનું નામ COVISELF (Pathocatch) છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news