PM મોદી આ યુવા MPથી ખુબ પ્રભાવિત, સાંસદોને પણ કહ્યું-'તેમની પાસેથી શીખો'
ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નવા સાંસદોને જૂના સાંસદો પાસેથી શીખવાની શિખામણ આપી.
Trending Photos
પટણા/ નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નવા સાંસદોને જૂના સાંસદો પાસેથી શીખવાની શિખામણ આપી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર અને એલજેપી સંસદીય બોર્ડના અધ્યક્ષ ચિરાગ પાસવાનનું ઉદાહરણ પણ આપ્યું. ચિરાગ જમુઈ સંસદીય મતવિસ્તારથી સાંસદ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વખાણથી ચિરાગ પાસવાન ગદગદ છે. તેમણે કહ્યું કે મારા માટે આ ગર્વ અને ખુશીની વાત છે. હું સતત સંસદમાં મારા કામને લઈને સક્રિય રહુ છું. જો વડાપ્રધાન તેને ધ્યાનમાં લે તે મોટી વાત છે. તેમણે આ વસ્તુને પોતાની ઉપલબ્ધિ બતાવી.
ચિરાગ પાસવાને કહ્યું કે હું સારી રીતે તૈયારી કરું છું. અભ્યાસ કરું છું અને વિષયને સમજુ છું. અત્રે જણાવવાનું કે પીએ મોદીએ સાંસદોને ચર્ચામાં સામેલ થવાની સાથે-સાથે સંપૂર્ણ તૈયારી કરીને સદનમાં આવવા જણાવ્યું. આ માટે તેમણે ચિરાગ પાસવાનનું ઉદાહરણ આપ્યું.
જુઓ LIVE TV
નોંધનીય છે કે બીજીવાર વડાપ્રધાન બન્યા બાદથી પીએમ મોદી સતત સાંસદોને શિખામણ આપતા આવ્યાં છે. આ અગાઉ સંસદીય દળના નેતા તરીકે પસંદ થયા બાદ સાંસદોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે જીવનમાં કઈંક કરવું હોય તો છપાવવા અને દેખાવવાથી બચવું પડશે. મોદીએ કહ્યું હતું કે અમે જ્યારે નવા નવા આવ્યાં હતાં ત્યારે અટલજી અને અડવાણીજી તરફથી આ શિખામણ મળી હતી. સૂચન મળ્યું હતું કે અખબારમાં છપાવવા અને ટીવી પર દેખાવવાથી બચજો. નેતા કમ અને શિક્ષક વધુ નજર આવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે