...... અને લોકસભામાં અધીર રંજન ચૌધરી પર ગુસ્સે થયા PM Modi

Kisan Andolan : અધીર રંજન ચૌધરી ઉભા થઈ ગયા અને બરાડા પાડવા લાગ્યા. ત્યારે પીએમ મોદીએ કહ્યુ, આ બરાડા, આ વિક્ષેપ પાડવાનો પ્રયાસ એક બનાવેલી રણનીતિ હેઠળ છે.
 

...... અને લોકસભામાં અધીર રંજન ચૌધરી પર ગુસ્સે થયા PM Modi

નવી દિલ્હીઃ  લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી જોશમાં જોવા મળ્યા. ખેતી સાથે જોડાયેલા કાયદાના બચાવ કરતા જ્યારે તેઓ બોલવા લાગ્યા તો કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ટોકવા લાગ્યા. તેના પર મોદીએ પહેલા હસ્તા-હસ્તા ચુપ કરાવ્યા. આ ચર્ચા વચ્ચે પીએમે સ્પીકરને કહ્યુ- આ બધુ ચાલતુ રહેવું જોઈએ પરંતુ જ્યારે ટોકાટોકી વધી ગઈ તો મોદી થોડા ગુસ્સામાં આવી ગયા. 

ચર્ચામાં જોરદાર હંગામો ત્યારે થયો જ્યારે પીએમે ભાષણ દરમિયાન કહ્યુ- ન મંડી બંધ થઈ, ન એપીએમસી બંધ થઈ. એટલું જ નહીં નવો કાયદો બન્યા બાદ એમએસપી હેઠળ ખરીદી વધી ગઈ. મોદીએ કહ્યુ કે, સરકાર કિસાનોની દરેક વાત સાંભળવા તૈયાર છે અને જો કોઈ કમી છે તો અમે તેને દૂર કરવા તૈયાર છીએ. 

બીજીતરફ અધીર રંજન ચૌધરી ઉભા થઈ ગયા અને બરાડા પાડવા લાગ્યા. ત્યારે પીએમ મોદીએ કહ્યુ, આ બરાડા, આ વિક્ષેપ પાડવાનો પ્રયાસ એક બનાવેલી રણનીતિ હેઠળ છે. જેમ બહાર કરે છે તેમ હોબાળો અંદર કરતા રહો પરંતુ તેનાથી લોકોનો વિશ્વાસ તમને હાસિલ નહીં થાય. પહેલા જે વ્યવસ્થા હતી, તેમાંથી આ કાયદાએ કંઈ છીનવ્યું છે શું.. બધુ જૂના જેવું જ છે. નવું થયું કે તેને વિકલ્પ આપવામાં આવ્યો છે. 

કિસાન જ્યાં ફાયદો થાય ત્યાં જાય, તે વ્યવસ્થા કરવામાં આવી છે. મોદીએ અધીર રંજનને ટોક્યા અને કહ્યુ- હવે વધુ થઈ રહ્યું છે... બંગાળમાં પણ ટીએમસીથી વધુ પબ્લિસિટી તમને મળી જશે. અધીર રંજન જી પ્લીઝ... સારૂ નથી લાગતું. હું તમારો આદર કરુ છું.. હદથી વધુ કેમ કરી રહ્યા છો. 

આ નવો કાયદો કોઈ માટે બંધનકારી નથી. તેમના માટે વિકલ્પ આપવામાં આવ્યો છે. હાં, થોપી દેવામાં આવ્યો હોત તો અમે માની લેત. આંદોલનની નવી રીત છે. આંદોલનજીવી આવી રીત અપનાવે છે... આમ થયું તો આ થશે.. આ રીતે ભય પેદા કરી આગ લગાવવાનું કામ કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news