Ahemdbad: કંપનીનું Mail ID હેક કરી 94 લાખનો ચોપડ્યો ચૂનો, ટેક્નિક જાણી મોંમાં આંગળા નાખી જશો
અમદાવાદ સાયબર ક્રાઇમે 80 જેટલા મોબાઇલ ડિવાઇસ તથા ૭૦ જેટલા મોબાઈલ નંબરની માહિતી એનાલિસિસ કરતા તે બિહાર રાજ્ય ખાતે હોવાનું ખબર પડતાં લોકેશનના આધારે તપાસ કરી હતી.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: કંપનીનો ઇમેલ આઇડી વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક VPNનો ઉપયોગ કરી હેક કરી તેના આધારે કંપનીનો રજીસ્ટર મોબાઇલ સીમ કરી કંપનીના બેંક ખાતામાંથી કરોડોની રકમ ડેબિટ કરનાર બિહાર ઝારખંડની ગેંગના સભ્યની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. લાખોની ચિટિંગ કરનાર ગુલશન તનીકસિંહ (મૂળ બિહારનો રહેવાસી)ની પોલીસે ધરપકડ કરી લીધી છે.
અમદાવાદની એક કંપનીનું ઈમેઈલ આઈડી હેક કરી આ આરોપીએ 94 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી છે. અમદાવાદના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસો પહેલા એક ગુનો દાખલ થયો હતો. જેમાં અજાણી વ્યક્તિ દ્વારા વોડાફોન આઈડિયા કંપનીમાં ટ્રાઈડેન્ટ ઇન્ડિયા લિમિટેડનું મેઈલ આઇડી હેક કરી લીધું હતું. ત્યારબાદ કંપનીનો બેંકમાં રજીસ્ટર મોબાઈલ નંબરને રિપ્લેસ કરી દીધો હતો.
આ ઉપરાંત ઈમેલ આઈડીથી વોડાફોન આઈડિયા કંપનીને મેલ દ્વારા નવું સીમ કાર્ડ મેળવીને સીમ સ્વેપિંગ કરી તેમજ કંપનીના નેટબેન્કિંગના યુઝરનેમ તથા પાસવર્ડ કોઈપણ રીતે મેળવી બેંક ખાતામાંથી નેટ બેન્કિંગનો ઉપયોગ કરી કંપનીની બહાર અલગ-અલગ ખાતામાંથી 94 લાખ 57 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. જે બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમે 80 જેટલા મોબાઇલ ડિવાઇસ તથા ૭૦ જેટલા મોબાઈલ નંબરની માહિતી એનાલિસિસ કરતા તે બિહાર રાજ્ય ખાતે હોવાનું ખબર પડતાં લોકેશનના આધારે તપાસ કરી હતી.
અમદાવાદ સાયબર ક્રાઇમે બિહારમાંથી છુપો વેશ ધારણ કરીને ફરતા આરોપી ગુલશન તનીક સિંગ નામના આરોપીની ધરપકડ કરી. તેની પાસેથી મોબાઇલ ડિવાઇસ, 8 સિમકાર્ડ અને અલગ અલગ સ્ક્રીપ્ટ કબ્જે કરી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે બિહારથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેણે બી.એસ.સી કેમેસ્ટ્રીનો અભ્યાસ મગધ યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યો છે અને આરોપી સાથે સામેલ સહઆરોપીઓનું મોટું ગ્રુપ અલગ-અલગ પ્રકારના સાયબર ક્રાઈમના અપરાધને અંજામ આપે છે આ કામ કરવા બદલ આરોપી પાસેથી તેણે ૪૦ ટકા કમિશન મળતું હતું. હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી અન્ય સાગરીતો અને આરોપીઓને શોધવાની તજવીજ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે