BJP નેતાનો દાવો, 'PM મોદીએ નક્કી કરી દીધું છે પાકિસ્તાન-ચીન સાથે યુદ્ધ ક્યારે થશે'

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે એક વિવાદિત ટિપ્પણીમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ નક્કી કરી દીધું છે કે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ ક્યારે થવાનું છે.

BJP નેતાનો દાવો, 'PM મોદીએ નક્કી કરી દીધું છે પાકિસ્તાન-ચીન સાથે યુદ્ધ ક્યારે થશે'

બલિયા (ઉપ્ર): ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે એક વિવાદિત ટિપ્પણીમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ નક્કી કરી દીધું છે કે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ ક્યારે થવાનું છે. તેમની આ ટિપ્પણી શુક્રવારે આવી. ઉલ્લેખનીય છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારત અને ચીનની વચ્ચે તણાવ વ્યાપ્યો છે, જ્યાં બંને દેશોના સૈનિકો મોટી સંખ્યામાં તૈનાત છે. 

370 ની માફક નક્કી છે ચીન-પાકિસ્તાનનું યુદ્ધ
ભાજપ નેતાએ પોતાના દાવાઓને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પ્રારંભ અને પૂર્વવર્તી રાજ્ય જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા બાદ સંબદ્ધ કર્યા છે. જોકે સિંહનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે કહ્યું કે 'રામ મંદિર અને કલમ 370 પર નિર્ણયની માફક જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નક્કી કરી દીધું છે કે પાકિસ્તાન અને ચીન વડે યુદ્ધ ક્યારે થશે. સંબંધિત તિથિ છે ક્યારે શું થવાનું છે.' સિંહે ગત 23 ઓક્ટોબરને બલિયા જિલ્લાના સિકંદરપુરમાં ભાજપ ધારાસભ્ય સંજય યાદવના આવાસ પર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં આ ટિપ્પણી કરી હતી.  

આતંકવાદીઓ સાથે કરી કોંગ્રેસની તુલના
ભાજપ ધારાસભ્ય સંજય યાદવએ રવિવારે આ વીડિયો જાહેર કર્યું. સ્વતંત્ર દેવ સિંહે પોતાના સંબોધનમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની તુલના આતંકવાદીઓ સાથે કરી. આ સંદર્ભમાં જ્યારે ભાજપ ક્ષેત્રીય સાંસદ રવિન્દ્ર કુશવાહને પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે પ્રદેશ અધ્યક્ષએ કાર્યકર્તાઓનો જોશ વધારવા માટે આમ કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news