PM MODI LIVE: પીએમ મોદીએ કહ્યું, રાજ્યસભાએ ઇતિહાસ બનાવ્યો પણ અને બનતાં પણ જોયો

રાજ્યસભાના 250મા સત્રના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિસ્મરણીય સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સદનનું ગૌરવ લેતાં કહ્યું કે, આ સદન સાક્ષી છે કે અનેક મહાપુરૂષોએ અહીંથી દેશના વિકાસ માટે અમૂલ્ય કાર્ય કર્યા છે. મને વિશ્વાસ છે કે આ સદનની વર્તમાન પેઢી અને આવનારી પેઢી પણ એ દિશામાં જ કાર્ય કરશે કે જેથી આવનારી પેઢીઓ સદાય માટે યાદ રાખશે. 

PM MODI LIVE: પીએમ મોદીએ કહ્યું, રાજ્યસભાએ ઇતિહાસ બનાવ્યો પણ અને બનતાં પણ જોયો

નવી દિલ્હી : દેશના ઉપરી સદન રાજ્યસભાનું 250મું સત્ર આજથી શરૂ થઇ ગયું છે, આ અવસર પર વડાપ્રધાન નરેંદ્ર મોદી સંસદના ઉપરી સદન રાજ્યસભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યસભાના 250મા સત્રના અવસર પર વિશેષ ચર્ચા થવા જઇ રહી છે અને આ ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ રાજ્યસભા સભ્યો પોતાની વાત રજૂ કરશે. વડાપ્રધાન નરેંદ્રનું ભાષણ શરૂ થઇ ગયું છે. 

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સંસદના ઉચ્ચ સદન (રાજ્યસભા)માં સાંસદોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે આજે ઐતિહાસિક દિવસ છે જ્યારે રાજ્યસભાનું 250મું સત્ર થઇ રહ્યું છે. હું બધા સાંસદો અને નેતાઓને શુભેચ્છાઓ પાઠવું છું. આ ભારતની વિકાસ યાત્રાનું પ્રતિબિંબ છે. સદન પોતાનામાં ગૌરવ અનુભવે છે. મારા માટે સૌભાગ્યનો વિષય છે કે મને આ અવસરમાં સામેલ થવાની તક મળી. અનુભવ કહે છે કે સંવિધાન નિર્માતાઓએ જે વ્યવસ્થા આપી તે કેટલી અદભૂત છે.  

— ANI (@ANI) November 18, 2019

બંને સદનોમાં જેટલી-સુષ્મા સ્વરાજને યાદ કર્યા
આજે શિયાળુ સત્રની શરૂઆતમાં સંસદના બંને સદનોમાં દિવંગત કેંદ્વીય મંત્રી અરૂણ જેટલી અને સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાજ્યસભામાં કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે અરૂણ જેટલીના જવાથી માત્ર પાર્ટીને મોટું નુકસાન થી, તેમના જવાથી આખા દેશ માટે અપૂર્ણીય ક્ષતિ છે. લોકસભામાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કાર્યવાહી શરૂ કરતાં પહેલાં વિપક્ષને કહ્યું, પીમ મોદી આશ્વત છે કે સરકાર પણ તમામ કેસ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. રાજ્યસભામાં શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે 'અરૂણ જેટલીનું નિધન રાષ્ટ્ર માટે એક ક્ષતિ છે પરંતુ આ શિવસેના માટે મોટું નુકસાન છે. હું મારા ઉદ્ધવજી અને મારી પાર્ટી તરફથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 

પીએમ મોદીએ કહ્યું- રાજ્યસભા સેકન્ડ હાઉસ સેકન્ડ્રી નહી
રાજ્યસભા સેકન્ડ હાઉસ સેકેન્ડ્રી નહી, સેકેન્ડ હાઉસને સેકેન્ડ્રી બનાવવાનો પ્રયત્ન કરશો નહી. આપણે સહભાગી બનીને દેશને આગળ લઇ જવાનું કામ કરીએ છીએ. રાજ્યસભાને સપોર્ટિવ હાઉસ રહેવું જોઇએ. તેમણે કહ્યું કે રાષ્ટ્ર હિતને કેંદ્બિત રાખવો જ પડશે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યના વિકાસ વિના દેશનો વિકાસ ન કરી શકાય. 

— ANI (@ANI) November 18, 2019

પીએમ મોદીએ રાજ્યસભાને તેમના દેશના વિકાસમાં યોગદાન આપવાની તક આપે છે જે જીતીને આવતા નથી
250મા સત્રને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ તે લોકોને દેશના વિકાસ માટે યોગદાન આપવાઅની તક આપે છે જે ચૂંટણી અખાડામાં જીતીને આવી શકતા નથી. 

આ સદનમાં મહિલા સશ્કિતકરણનું કામ થયું- પીએમ મોદી
આ દરમિયાન સદનમાં સશક્તિકરણનું કામ થયું, પહેલી સંસદીય સિસ્ટમમાં બે સદનોની શરૂઅત થઇ. આ દરમિયાન સદને દેશને દિશા પણ આપી હતી. તેમણે કહ્યું કે રાજ્યસભા આ વાતને સુનિશ્વિત કરે છે કે કેંદ્વ અને રાજ્ય પ્રતિદ્વંદ્વી નથી પરંતુ વિકાસમાં એકબીજાના પ્રતિભાગી છે. 

— ANI (@ANI) November 18, 2019

રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી- રાજ્યસભાએ ઇતિહાસ બનાવ્યો પણ, અને બનતા જોયો પણ. પીએમ મોદીએ કહ્યું કે સંસદ્ની સ્થાયિત્વ અને વિવિધતા ખૂબ ખાસ છે. આ ભારતના ફેડરલ સ્ટ્રકચરની આત્મા આપણને દરેક પળ પ્રેરિત કરે છે. 

— ANI (@ANI) November 18, 2019

તેમણે કહ્યું કે આ સદનની એક ખાસિયત પણ છે દરેક ચૂંટણીના અખાડામાં જીતવું સરળ હોતું નથી પરંતુ તેનો લાભ દેશના નીતિ નિર્ધારકોને ખૂબ મોટો લાભ મળ્યો છે. ભલે તે રમત જગતના લોકો છે, કલમના ધની હોય, તેમને ચૂંટણી અખાડામાંથી જીતીને આવવું મુશ્કેલ હોય છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'સંવિધાનની અંદર કલમ 370 આવી તેને રજૂ કરનાર નેતા એન ગોપાલસ્વામી આ સદનના પહેલા નેતા હતા, તેમણે તેને રાખી હતી. આ સદન તે કલમને દૂર કરવાનું કામ ગૌરવ સાથે કર્યું, તે ઘટના હવે ઇતિહાસ બની ચૂકી છે, પરંતુ અહીં થયું છે.

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આગળ કહ્યું કે આપણા સંવિધાન નિર્માતાઓએ આપણને જે દાયિત્વ આપ્યું છે, આપણી પ્રાથમિકતા છે કલ્યાણકારી રાજ્ય પરંતુ તેની સાથે આપણી જવાબદારી છે રાજ્યોના કલ્યાણ પણ. રાજ્ય અને કેંદ્વ મળીને દેશને આગળ વધારી શકે છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે દેશમાં એક લાંબો સમયગાળો એવો હતો જ્યારે વિપક્ષ જેવું કંઇ ન હતું. તે સમયે શાસનમાં બેઠેલા લોકોને તેનો મોટો લાભ પણ મળ્યો. પરંતુ તે સમયે પણ સદનમાં એવા અનુભવી લોકો હતા જેમણે શાસન વ્યવસ્થામાં નિરંકુશતા ન આવવા દીધી. આ બધા માટે સ્મરણીય છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગત 5 વર્ષ્નો સમય જુઓ તો આ સદનમાં જેમણે ત્રણ તલાકનું બિલ પાસ કરીને મહિલા સશક્તિકરણનું મોટું કામ કર્યું. આ સદને સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામતની જોગવાઇ કરી, પરંતુ ક્યાંક વિરોધાભાવ પેદા ન થયો. બધી જગ્યાએ સહયોગનો ભાવ બન્યો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાજ્યસભાએ જીએસટીના રૂપમાં વન નેશન-વન ટેક્સ દ્વારા સહમતિ બનાવી દેશને દિશા આપવાનું કામ કર્યું છે. વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે દેશની એકતા અને અખંડતા માટે અનુચ્છેદ 370 અને 35એ દૂર કરવાની શરૂઆત પહેલાં આ સદનમાં થઇ, ત્યારબાદ લોકસભામાં થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news