સુશાંત કેસ મુદ્દે પીએમ મોદીએ સ્વામીના પત્રનો આપ્યો જવાબ, સીબીઆઇ તપાસની કરી હતી માંગ
વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પૂર્વ કેબિનેટ મંત્રી સુબ્રમણ્ય સ્વામી (Subramanyam Swami)ના તે પત્રને ધ્યાને લીધો છે જેમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં સીબીઆઇ તપાસ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પૂર્વ કેબિનેટ મંત્રી સુબ્રમણ્ય સ્વામી (Subramanyam Swami)ના તે પત્રને ધ્યાને લીધો છે જેમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં સીબીઆઇ તપાસ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
જ્યાં એક તરફ મુંબઇ પોલીસ હજુ આ કેસની તપાસ કરી રહી છે અને લોકો સાથે પૂછપરછ કરી રહી છે, ભાજપના વરિષ્ઠ નેતા સ્વામીએ વડાપ્રધાનને પત્ર લખીને તેમને સીબીઆઇ તપાસ શરૂ કરાવવાનો અનુરોધ કર્યો છે. હવે જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ સુબ્રમણ્યમ સ્વામીના પત્રને સ્વિકાર કરી લીધો છે.
@Swamy39 sir 🙏🙏 https://t.co/fy6BHeNI75
— रंजीत उपाध्याय (@Ranjeet_Upadhay) July 25, 2020
સ્વામીએ પ્રધાનમંત્રી કાર્યાલયથી આવેલા પત્રની એક કોપી શેર કરતાં ટ્વિટને રિટ્વિટ કર્યું છે, જેમાં લખ્યું છે. ''મને તમારો 15 જુલાઇ 2020નો પત્ર મળ્યો છે.''
પોતાના પત્રમાં સ્વામીએ દાવો કર્યો હતો કે તેમના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ફિલ્મ ઉદ્યોગના ઘણા દિગ્ગજ આ કેસ પર પડદો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તેમણે લખ્યું કે ''મને મુંબઇમાં મારા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દુબઇમાં ડોન સાથે લિંક સાથે બોલીવુડ ફિલ્મી દુનિયાના ઘણા મોટા નામ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ પર પડદો નાખવાનો જુગાડ કરી રહ્યા છે જેથી મિસ્ટર રાજપૂતના નિધનના કારણે પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે.
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇમાં બ્રાંદ્રા સ્થિત આવાસ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે