Biotech Start-up Expo: ભારત બાયોટેકના ક્ષેત્રમાં અવસરોની ભૂમિ ગણાય છે - PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપોનું ઉદ્ધાટન કર્યું. કેન્દ્રીય મંત્રીઓ ડો. જિતેન્દ્ર સિંહ, પિયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપો ભારતના બાયોટેક સેક્ટરના ગ્રોથનું પ્રતિબિંબ છે.

Biotech Start-up Expo: ભારત બાયોટેકના ક્ષેત્રમાં અવસરોની ભૂમિ ગણાય છે - PM મોદી

Biotech Start-up Expo: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપોનું ઉદ્ધાટન કર્યું. કેન્દ્રીય મંત્રીઓ ડો. જિતેન્દ્ર સિંહ, પિયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપો ભારતના બાયોટેક સેક્ટરના ગ્રોથનું પ્રતિબિંબ છે. છેલ્લા 8 વર્ષમાં ભારતની બાયો ઈકોનોમી 8 ગણી વધી છે. 10 અબજ ડોલરથી 80 અબજ ડોલર સુધી આપણે પહોંચી ગયા છીએ. 

બાયોટેકના ક્ષેત્રમાં ભારત અવસરોની ભૂમિ...પીએમએ જણાવ્યાં 5 કારણ
પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં આપણા આઈટી પ્રોફેશનલની સ્કિલ અને ઈનોવેશનને લઈને ટ્રસ્ટ નવી ઊંચાઈ પર છે. આ જ ટ્રસ્ટ, રેપ્યુટેશન આ દાયકામાં ભારતના બાયોટેક સેક્ટર, બાયો પ્રોફેશનલ માટે થતો આપણે જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભારત બાયોટેકના ક્ષેત્રમાં અવસરોની ભૂમિ ગણાય છે તો તેના પાંચ મોટા કારણ છે. પહેલું કારણ  Diverse Population, Diverse Climatic Zones, બીજુ કારણ ભારતનું ટેલન્ટેડ Human Capital Pool, ત્રીજુ કારણ  ભારતમાં Ease of Doing Business માટે વધી રહેલા પ્રયત્નો, ચોથું કારણ સતત વધી રહેલી બાયો પ્રોડક્ટ્સની ડિમાન્ડ અને પાંચમુ કારણ છે ભારતના બાયોટેક સેક્ટર એટલે કે તમારી સફળતાનો ટ્રેક રેકોર્ડ. 

— ANI (@ANI) June 9, 2022

સ્ટાર્ટઅપ્સની સંખ્યા 70,000 પર પહોંચી
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં આપણા દેશમાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા વધીને 70 હજાર સુધી પહોંચી ગઈ છે. આ 70 હજાર સ્ટાર્ટઅપ્સ લગભઘ 60 અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝમાં બન્યા છે. જેમાંથી 5 હજારથી વધુ સ્ટાર્ટ અપ્સ બાયોટેક સાથે જોડાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે અટલ ઈનોવેશન મિશન, મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જે પણ પગલાં લીધા છે તેનો લાભ પણ બાયોટેક સેક્ટરને મળ્યો છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરૂઆત બાદ આપણા બાયોટેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે. 

— ANI (@ANI) June 9, 2022

700થી વધુ બાયોટેક પ્રોડક્ટ
પીએમ મોદીએ કહ્યું કે 2014માં આપણા દેશમાં જ્યાં ફક્ત 6 બાયો ઈન્ક્યુબેટર્સ હતા, ત્યાં આજે તેમની સંખ્યા વધીને 75 થઈ ગઈ છે. 8 વર્ષ પહેલા દેશમાં 10 બાયોટેક પ્રોડક્ટ હતી આજે વધીને 700થી પણ વધુ થઈ છે. 

— ANI_HindiNews (@AHindinews) June 9, 2022

પેટ્રોલમાં ઈથેનોલનો 10 ટકા બ્લેન્ડિંગ ટાર્ગેટ મેળવ્યો
પીએમ મોદીએ કહ્યું કે હાલમાં જ આપણે પેટ્રોલમાં ઈથેનોલના 10 ટકા બ્લેન્ડિંગનો ટાર્ગેટ પૂરો કર્યો. ભારતે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ પણ 5 વર્ષ ઘટાડીને 2025નો કર્યો છે. જે પહેલા 2030 રાખવામાં આવ્યો હતો. આ તમામ પ્રયત્નો બાયોટેકના ક્ષેત્રમાં રોજગારીની નવી તકો પણ ઊભી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news