પ્રધાનમંત્રી મોદીને મળીને એક ક્ષણમાં આયુષ કુંડલ બની ગયો સુપરસ્ટાર, કમાલનું કર્યું હતું કામ
25 વર્ષના દિવ્યાંગ વ્યક્તિની દુનિયા પળભરમાં બદલાય ગઈ જ્યારે તેના હુનરની પ્રશંસા ખુદ પ્રધાનમંત્રી મોદીએ કરી. આયુષ પોતાની કલાથી અમિતાભ બચ્ચનને પણ પોતાનો ફેન બનાવી ચુક્યો છે.
Trending Photos
આદિત્ય પ્રતાપ સિંહ/ખરગૌનઃ મધ્યપ્રદેશના તે લાલ જેના માટે આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તથા ભારતના પ્રધાનમંત્રીએ સ્વયં ટ્વીટ કરી મળવાની ખુશી જ ન વ્યક્ત કરી પરંતુ જાહેર રૂપથી ટ્વિટર પર ફોલો કરવાની પણ જાહેરાત કરી દીધી.
એક ક્ષણમાં સુપર સ્ટાર બની ગયો દિવ્યાંગ યુવક
ગુરૂવારે દેશના પ્રધાનમંત્રીએ જ્યારે બપોરે 1 કલાક 34 મિનિટ પર એક દિવ્યાંગ બાળક, જે પોતાના પગથી કલા કંડારે છે તેની પ્રશંસા કરતા તેની સાથે ટ્વિટર પર તેનું ચિત્ર શેર કર્યુ તો આગામી ક્ષણે તે ભારતનો સુપરસ્ટાર બની ગયો. થોડા સમયમાં લોકો માટે આયુષ કુંડલ નામ ચર્ચાનો વિષય બની ગયું. આયુષ કુંડલને ટ્વિટર પર પહેલાં તો બોલીવુડના મહાનાયક બિગ બીએ ફોલો કરવાનું શરૂ કર્યુ હતું અને આજથી પ્રધાનમંત્રી મોદી પણ તેના ફેન બની ગયા.
હિંતમનો આધાર બની માતા
મધ્ય પ્રદેશના ખરગૌન જિલ્લાના બડવાહ નગરના રહેવાસી આયુષ કુડંલ ઈશ્વરની અનુપમ કૃતિ છે. જન્મથી શારીરિક રૂપથી દિવ્યાંગ આયુષનો જુસ્સો હંમેશા ઉચો રહ્યો અને ઉત્સાહનો આધાર બન્યા તેમના માતા.
आज @aayush_kundal से मिलना मेरे लिए एक अविस्मरणीय क्षण बन गया। आयुष ने जिस प्रकार पेंटिंग में महारत हासिल की और अपनी भावनाओं को पैर की उंगलियों से आकार दिया, वो हर किसी को प्रेरित करने वाला है। अनवरत प्रेरणा मिलती रहे, इसलिए मैं उन्हें ट्विटर पर फॉलो कर रहा हूं। pic.twitter.com/hHskGAFQXW
— Narendra Modi (@narendramodi) March 24, 2022
આયુષ કુંડલ માત્ર 25 વર્ષનો છે પરંતુ તેના સપના આકાશને આંબનારા છે અને આજે તેના સપનાને ઉડાન ખુદ પ્રધાનમંત્રીએ આપી. આયુષના માતાએ હંમેશા તેને પ્રોત્સાહિત કર્યો. બાળપણથી તમામ પ્રયાસો બાદ પણ શારીરિક રૂપથી આશા ગુમાવી ચુકેલા આયુષની અભ્યાસ કરવાની જિજ્ઞાસા જોઈને તેમના માતા સરોજ કુંડલે નજીકની મૂક-બધિર વિદ્યાલયમાં તેનું એડમિશન કરાવ્યું હતું.
આયુષ પોતાની કલાથી અમિતાભ બચ્ચનને પણ પોતાનો ફેન બનાવી ચુક્યો છે
આયુષ પોતાના પદથી સુંદર ચિત્રો દોરે છે. કલામાં વિશેષ રૂચિ રાખનાર આયુષ પોતાની કલાથી અમિતાભ બચ્ચનને પણ ફેન બનાવી ચુક્યો છે, પરંતુ દોઢ વર્ષ પહેલા કુંડલ પરિવારમાં મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેના પિતા આ દુનિયામાં ન રહ્યા. આજે જ્યારે અમે તેમના માતા સાથે વાત કરી રહ્યા હતા તો તે જણાવતા તેમની આંખમાં આંસુ આવી ગયા કે આયુષના પિતાની ખુબ ઈચ્છા હતી કે તે પોતાના બાળકનું સપનું પૂરુ થતા જુએ.
આયુષે ટ્વિટર પર લખ્યુ કે મારૂ એક સપનું પૂરુ થઈ ગયું બચ્ચન જીને મળવાનું. મારૂ બીજુ સપનું હતું મોદીજીને મળવાનું તે પણ આજે પૂરુ થઈ ગયું છે.
ખાસ હતી તે 35 મિનિટની મુલાકાત
જ્યારે આયુષ મોદીજીને મળ્યા પહોંચ્યો તો તેમણે આયુષના હાલચાલ જાણ્યા હતા. તેમણે એક-એક કરી આયુષે બનાવેલી પેન્ટિંગ જોઈ. અબિનંદન આપ્યા અને આયુષે બનાવેલું સ્વામી વિવેકાનંદનું ચિત્ર પીએમ મોદીને ભેટ આપ્યું હતું. પીએમ મોદીજીએ પૂછ્યુ કે આગળ શું કરવું છે. આયુષે કહ્યુ ખુદનું ઘર બનાવવું છે. હસ્તા-હસ્તા પીએમ મોદીએ કહ્યુ કે, મને ખુદનો નક્શો બનાવીને આપી દે, હું તને ઘર બનાવી આપુ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે