Farm Laws: મનમોહન સિંહના જૂના નિવેદનને ટાંકીને PM મોદીએ વિપક્ષને બરાબર લીધો આડે હાથ
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે રાજ્યસભા (Rajya Sabha) માં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કર્યો અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદનને ટાંકીને વિપક્ષને ઘેરવાની કોશિશ કરી.
મનમોહન સિંહે કરી હતી મોટા બજારની વકિલાત
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રાજ્યસભામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિવેદન ટાક્યું. જેમાં તેમણે મોટા બજારની વકિલાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે પૂર્વ પીએમ મનમોહન સિંહ (Manmohan Singh) ના એક કથનને કોટ કરવા માંગીશ. તેમણે ખેડૂતોને પોતાની ઉપજ ક્યાંય પણ વેચવાના અધિકારની વાત કરી હતી. આથી વિપક્ષને એ વાત પર ગર્વ હોવો જોઈએ કે પૂર્વ પીએમ મનમોહન સિંહની વાતને આ સરકારે માનવી જ પડી છે. તેમણે કહ્યું કે જે મનમોહન સિંહે કહ્યું તે મોદીએ કરવું પડી રહ્યું છે. તમે ગર્વ કરો.
I would like to highlight a quote from former PM Manmohan Singh -
"There are other rigidities because of the whole marketing regime setup in the 1930s which prevent our farmers from selling their produce where they get the highest rate of returns. (1/2)#PMinRajyaSabha
— BJP (@BJP4India) February 8, 2021
યુ ટર્ન કેમ લઈ રહ્યો છે વિપક્ષ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શરદ પવાર સહિત અનેક કોંગ્રેસના નેતાઓએ કૃષિ સુધારા વિશે વાત કરી છે. શરદ પવારે હજુ પણ સુધારાનો વિરોધ કર્યો નથી, અમને જે સારું લાગ્યું તે કર્યું અને આગળ પણ સુધારા કરતા રહીશું. પીએમ મોદીએ કહ્યું કે આજે વિપક્ષ યુટર્ન લઈ રહ્યો છે. કારણ કે રાજકારણ હાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે