પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સિલિન્ડર બ્લાસ્ટ, એક ડઝન ટેન્ટ બળીને ખાખ
સંગમ નગરી પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભ મેળામાં સોમવારે આગની ઘટના સામે આવી છે. દિગંબર અખાડા અને તેની આસપાસના ટેન્ટમાં આગ લાગી હતી.
Trending Photos
નવી દિલ્હી: સંગમ નગરી પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભ મેળામાં સોમવારે આગની ઘટના સામે આવી છે. દિગંબર અખાડા અને તેની આસપાસના ટેન્ટમાં આગ લાગી હતી. આગની જાણકારી મળતા ફાયર ટીમે તાત્કાલીક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર આગ રાંધણ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે લાગી હતી. આ આગમાં કોઇ જાનહાની થઇ નથી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતી પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ખાવાનું બનાવતી વખતે બેદરકારીના કારણે આ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ આગથી દિગંબર આખાડાને સૌથી વધારે નુકસાન થયું છે.
આગ લાગવાની ઘટના દરમિયાન કોઇ સિલિન્ડર બ્લાસ્ટ થયા અવાજ સંભળાયા હતો. તંત્રના લોકોએ શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.
જણાવી દઇએ કે કુંભ મેળાની શરૂઆત આવતીકાલથી થઇ રહી છે. તેનું પહેલું શાહી સ્નાન પણ આવતીકાલે મંગળવારથી શરૂ થવાનું છે. તેના માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો કુંભ મેળામાં પહોંચી ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે