Assembly Election 2021: ખડગપુરમાં PM Modi એ કહ્યું- 'અમને 5 વર્ષ આપો, 70 વર્ષની બરબાદી દૂર કરી દઇશું'

પીએમ મોદીએ કહ્યું કે ખડગપુરના ક્ષેત્રમાં મીની ભારતની ઝલક જોવા મળે છે. ભારતની વિવિધતા અલગ-અલગ ભાષાઓ અને બોલીઓની તાકાત અહી જોવા મળે છે. ખડગપુરના આ આટલા લાંબા રેલવે પ્લેટફોર્મ, ભારતની પહેલી IIT, આ ભૂમિનું ગૌરવ વધારે છે.

Assembly Election 2021: ખડગપુરમાં PM Modi એ કહ્યું- 'અમને 5 વર્ષ આપો, 70 વર્ષની બરબાદી દૂર કરી દઇશું'

નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઇ ચૂક્યો છે. તમામ રાજકીય પક્ષોએ તાકત લગાવી દીધી છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પ્રચાર અભિયાનની કમાન સંભાળી છે. પીએમ મોદી સતત ચૂંટણી રાજ્યોમાં રેલી કરી રહ્યા છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી પશ્વિમ બંગાળ (West Bengal) ના ખડગપુર પહોંચ્યા છે. ખડગપુર રેલી બાદ અસમ (Assam) ચબુઆમાં રેલી સંબોધિત કરશે. 

ખડગપુરમાં રેલી સંબોધિત કરતાં  પીએમ મોદીએ કહ્યું કે 'આ મારું સૌભાગ્ય છે કે આજે આટલી મોટી સંખ્યામાં તમે પણ ભાજપને આર્શિવાદ આપવા જોઇએ. તમારો આ ઉત્સાહ સ્પષ્ટ કહી રહ્યો છે, કે બંગાળમાં આ વખતે ભાજપ સરકાર. બંગાળના સારા ભવિષ્ય માટે અમારા 130 BJP કાર્યકર્તાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું જેથી બંગાળની ધરતી આબાદ રહે. 

દિલીપ ઘોષની પ્રશંસા
બંગાળ ભાજપ અધ્યક્ષની પ્રશંસા કરતાં પીએમ મોદીએ કહ્યું કે મને ગર્વ છે કે મારી પાર્ટી પાસે દિલીપ ઘોષ  જેવા અધ્યક્ષ છે. તેમના પર અનેક હુમલા થયા, મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન થયો પરંતુ તે બંગાળના ઉજ્જવળ ભવિષ્યનું પ્રણ લઇને ચાલી પડ્યા અને આજે આખા બંગાળમાં નવી ઉર્જા ભરી રહ્યા છે. 

ખડગપુરમાં મિની ભારતની ઝલક 
પીએમ મોદીએ કહ્યું કે ખડગપુરના ક્ષેત્રમાં મીની ભારતની ઝલક જોવા મળે છે. ભારતની વિવિધતા અલગ-અલગ ભાષાઓ અને બોલીઓની તાકાત અહી જોવા મળે છે. ખડગપુરના આ આટલા લાંબા રેલવે પ્લેટફોર્મ, ભારતની પહેલી IIT, આ ભૂમિનું ગૌરવ વધારે છે. બંગાળની જનતાને કહ્યું કે સેવાનો અવસર આપીને જુઓ, અમે કેવી રીતે ઓશોલ પોરિબોરતોન લાવીને બતાવીશું. તમારા જીવનની એક એક સમસ્યાને દૂર કરવા માટે અમે રાત દિવસ મહેનત કરીશું. 

'બીજેપી બંગાળની પાર્ટી'
પીએમ મોદીએ કહ્યું કે જો સાચા અર્થમાં કોઇ બંગાળની પાર્ટી છે તો તે ભાજપ. ભાજપના ડીએનએમાં આશુતોષ મુખર્જી અને શ્યામા પ્રસાદ મુખર્જીના આચાર, વિચાર અને વ્યવહાર અને સંસ્કાર છે. જનસંઘના જનક આ બંગાળના સપૂત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news