પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોના વિરૂદ્ધ પ્રદર્શન, બળદગાડા વડે ખેંચી ઓડી કાર
આજે ગુરૂવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 19મા દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો વધારો થયો છે અને ડીઝલ 16 પૈસા મોંઘુ થયું છે. તેના વિરૂદ્ધ રાજધાની દિલ્હીના મોતી નગરમાં વિરોધ પ્રદર્શન થયું.
Trending Photos
નવી દિલ્હી: આજે ગુરૂવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 19મા દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો વધારો થયો છે અને ડીઝલ 16 પૈસા મોંઘુ થયું છે. તેના વિરૂદ્ધ રાજધાની દિલ્હીના મોતી નગરમાં વિરોધ પ્રદર્શન થયું.
દિલ્હીમાં વિરોધની રીત બિલકુલ અલગ જોવા મળી. અહીં બળદગાળા વડે ઓડી કાર ખેંચીને આ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જો આ પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તો ગાડીઓને બળદગાળા વડે ખેંચવી પડશે.
તમને જણાવી દઇએ કે સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ વધુ વધારવામાં આવ્યો છે. જેના લીધે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કિંમતો પર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તો ગાડીઓ બળદગાળા વડે ખેંચવી પડશે.
પેટ્રોલ અને ડીઝલ એસોસિએશનના અધ્યક્ષ લોકેશ મુંજાલનું કહેવું છે કે જો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરી શકતી નથી તો 14 દિવસ માટે ભૂખ હડતાળ પર બેસશે. ડીઝલના ભાવ વધવાથી માલ અવરજવરની મોંઘી થઇ જશે. જેથી દરરોજની વસ્તુઓ, ખાવા પીવાનો સામાનની કિંમતો વધશે. જેથી દેશવાસીઓને મોંધો સામન કરવો પડશે. આમ તો કોરોનાના કેસ આ સંકટકાળમાં લોકોની પાસે કામ નથી.
દિલ્હીમાં એક લીટર ડીઝલ 80 રૂપિયાથી મોંધુ
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડીઝલના ભાવમાં વધારાની અસર એટલી જોવા મળી કે પહેલીવાર આ પેટ્રોલ કરતાં મોંઘુ થઇ ગયું છે. ભારતીય ઇતિહાસમાં પહેલીવાર એક લીટર ડીઝલ 80.04 રૂપિયા થયું છે. ગુરૂવારે થયેલા વધારા બાદ દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત 80.04 રૂપિયા થઇ ગયું છે. જ્યારે પેટ્રોલની કિંમત 79.92 રૂપિયા પ્રતિ લીટર છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ 15 દિવસથી ક્રૂડ ઓઇલના ભાવમાં 35-40 ડોલર પ્રતિ બેરલ વચ્ચે છે, તો બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે.
19 દિવસમાં 10.41 રૂપિયા મોંઘું થયું ડીઝલ
જાણકારોનું કહેવું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગત 19 દિવસમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 8.64 રૂપિયાનો વધારો કર્યો છે. તો બીજી તરફ 19 દિવસમાં 10.41 રૂપિયા મોંઘું થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે