ઉડુપીના કોલેજ કેમ્પસમાં પ્રદર્શન તેજ, 'ભગવાધારી' વિદ્યાર્થીઓ અને હિજાબવાળી વિદ્યાર્થીનીઓ આમને સામને
કર્ણાટકના ઉડુપીમાં હિજાબ વિવાદને લઈને પ્રદર્શન તેજ થઈ ગયું છે. ઉડુપીના મહાત્મા ગાંધી મેમોરિયલ કોલેજના કેમ્પસમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓ અને ભગવા ગમછા પહેરીને આવેલા વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે.
Trending Photos
ઉડુપી: કર્ણાટકના ઉડુપીમાં હિજાબ વિવાદને લઈને પ્રદર્શન તેજ થઈ ગયું છે. ઉડુપીના મહાત્મા ગાંધી મેમોરિયલ કોલેજના કેમ્પસમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓ અને ભગવા ગમછા પહેરીને આવેલા વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓ તથા ભગવા ગમછા પહેરીને આવેલા વિદ્યાર્થીઓએ કોલેજના કેમ્પસમાં એકબીજા સામે નારેબાજી કરી. જો કે પોલીસ પ્રશાસન વિદ્યાર્થીઓને સમજાવવાની કોશિશ કરી રહ્યું છે. તેમને ક્લાસમાં પાછા જવાની પણ અપીલ કરી.
અત્રે જણાવવાનું કે હિજાબ વિવાદનો મામલો કર્ણાટક હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઈકોર્ટ આજે આ મામલે સુનાવણી પણ કરી રહી છે.
જ્યાં એકબાજુ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ કહે છે કે હિજાબ તેમનું ધાર્મિક પરિધાનનું અંગ છે તેઓ ઘરની બહાર જતા જરૂર પહેરે છે. તેથી હિજાબ પહેરતા રોકવા ખોટું છે. જ્યારે ભગવા ગમછા પહેરેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો તેઓ તેમનો ધાર્મિક પહેરવેશ પહેરશે તો અમે પણ કોલેજમાં ભગવો ગમછો નાખીને આવીશું.
उडुपी में हिजाब पर विवाद बढ़ा। #ZeeLive@SachinArorra @capt_ivane #Hijab
अन्य खबरों के लिए क्लिक करें - https://t.co/asaJAvmeIt
https://t.co/FvLXmOIWh5
— Zee News (@ZeeNews) February 8, 2022
આ બાજુ શાળા પ્રશાસનનું કહેવું છે કે હાલાતને કાબૂમાં લેવાની કોશિશ થઈ રહી છે. પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને સમજાવવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. નોંધનીય છે કે કર્ણાટક સરકારના નવા આદેશ મુજબ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડ જરૂરી છે. હાલ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં આ નિર્ણય લાગૂ છે. પ્રાઈવેટ સ્કૂલ ડ્રેસ કોડ પર પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. કર્ણાટક શિક્ષણ કાયદા 1983 હેઠળ આ નિર્ણય લેવાયો છે. તમામ વિદ્યાર્થીઓએ એક સમાન પોષાક પહેરવાનો રહેશે.
હિજાબ વિવાદની શરૂઆત કેવી રીતે થઈ
હિજાબને લઈને શરૂઆત ઉડુપીની એક કોલેજથી થઈ. જ્યાં ગત જાન્યુઆરીમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓને ગેટ પર રોકવામાં આવી હતી. ત્યારબાદ એક વિદ્યાર્થીનીએ કર્ણાટક હાઈકોર્ટમાં એક કહીને અરજી દાખલ કરી કે હિજાબ પહેરવાની મંજૂરી ન આપવી એ ગેરબંધારણીય છે અને ત્યારબાદ વિવાદ વધ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે