રાહુલ ગાંધીના એક દાવાએ ભૂકંપ સર્જ્યો, કૌલ બ્રાહ્મણ અને દત્તાત્રેય ગોત્રની વાતમાં કેટલો દમ?

રાહુલ ગાંધીના એક દાવાએ ભૂકંપ સર્જ્યો, કૌલ બ્રાહ્મણ અને દત્તાત્રેય ગોત્રની વાતમાં કેટલો દમ?

રાજસ્થાન ચૂંટણી પ્રચાર દરમિયાન પુષ્કરના મંદિરમાં રાહુલ ગાંધીએ પોતાને કૌલ બ્રાહ્મણ ગણાવ્યાં અને ગોત્ર દત્તાત્રેય કહ્યું. તેમના આ દાવા સાથે જ સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થઈ ગયો. અનેક લોકોએ સવાલ ઉઠાવતા કહ્યું કે શું દત્તાત્રેય ખરેખર કોઈ ગોત્ર છે ખરા? આવું એટલા માટે  કારણ કે હિન્દુ વંશ પરંપરામાં દત્તાત્રેય ગોત્રનો ઉલ્લેખ પ્રત્યક્ષ રીતે ક્યાંય જોવા મળતો નથી. આ સંદર્ભમાં આપણે ગોત્ર, ભગવાન દત્તાત્રેય અને કૌલ બ્રાહ્મણની ઉત્પતિ પર એક નજર ફેરવીએ. 

ગોત્ર
ગોત્ર સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે વંશવેલો (Lineage). હિન્દુ ધર્મમાં પિતાના આધાર પર પુત્રને ગોત્ર મળે છે. હિન્દુ ધર્મમાં વંશાવેલી સપ્તઋષિ પરંપરા સાથે જોડાયેલ છે. મોટાભાગે સપ્તઋષિઓના આધાર પર હિન્દુઓની વંશાવલીનો આરંભ થયો. જૈમિનીય બ્રાહ્મણના મુજબ મૂળ રીતે સાત નામ છે, અગસ્ત્ય, અત્રિ, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર.

સમાજના વિકાસ સાથે ગોત્રની સંખ્યામાં પણ વધારો થયો. રાહુલ ગાંધીએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યાં છે. આથી આમ જોવા જઈએ તો બ્રાહ્મણોના મૂળ સ્વરૂપથી આઠ ગોત્ર કહેવાય છે. અંગિરા, ગૌતમ, ભારદ્વાજ, વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, અગસ્ત્ય. આ ગોત્ર ઉપરાંત 49 અન્ય ગોત્ર પણ છે જેને પ્રવર કહેવાય છે. તેમાં પણ દત્તાત્રેય ગોત્રનો કોઈ ઉલ્લેખ નથી. 

પ્રખ્યાત ઈતિહાસકાર અલ બાશમના કહેવા મુજબ ગોત્ર શબ્દની ઉત્પતિ ગોષ્ઠ (ગૌશાળા)થી થઈ છે અને પહેલીવાર અર્થવેદમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. બાશમે પોતાના પ્રસિદ્ધ પુસ્તકમાં ધ વંડર ધેટ વાઝ ઈન્ડિયામાં લખ્યુ છે કે તમામ બ્રાહ્મણ તેમાંથી  કોઈ એક ઋષિના જ વંશજ ગણાય છે. આ જ ઋષિઓના નામ પરથી ગોત્રનું નામ પડ્યું. બાશમ લખે છે કે આ જ કારણે સમાન ગોત્રમાં વિવાહ નિષેધ ગણાય છે. કારણ કે એવું માનવામાં આવ્યું છે કે સમાન ગોત્રના લોકો એક જ ઋષિના વંશજ છે. 

rahul gandhi

હિન્દુ ધર્મની પરંપરા મુજબ ગોત્ર વ્યવસ્થા બ્રાહ્મણીય પ્રકૃતિ અને પિતૃસત્તાત્મક પરંપરાને માન્યતા આપે છે. આ જ કારણે કોઈ પણ વ્યક્તિના ગોત્રનો આધાર પિતાના આધારે હોય છે. 

ભગવાન દત્તાત્રેય
ભગવાન દત્તાત્રેય હિન્દુ દેવતા છે અને ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે. દત્તાત્રેય શબ્દ સંસ્કૃતના બે શબ્દો મળીને થાય છે- દત્ત એટલે આપવું અને અત્રિ એ સપ્તઋષિઓમાં સામેલ છે અને ભગવાન દત્તાત્રેયના જૈવિક પિતા પણ ગણાય છે. આ જ કારણે ભગવાન દત્તાત્રેયનું ગોત્ર અત્રિ થયું. હિન્દુ ધર્મની નાથ પરંપરામાં ભગવાન દત્તાત્રેયને શિવનો અવતાર ગણવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયને સૌથી મોટા અને જૂના અખાડાના આચાર્યના ઈષ્ટદેવ પણ ગણવામાં આવે છે. 

કૌલ બ્રાહ્મણ
સંસ્કૃતમાં કૌલ શબ્દનો ઉદ્ભવ કુલથી થયો છે. કાશ્મીરી બ્રાહ્મણ પોતાની સરનેમ તરીકે તેનો ઉપયોગ કરે છે. જેનો સંબંધ શૈવ સંપ્રદાય સાથે જોડવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુ કૌલ બ્રાહ્મણ હતાં. તેમની સરનેમ નહેરુ એટલા માટે  પડી  કારણકે તેમનું ઘર નહેરના કિનારે હતું. આથી તેમનો પરિવાર નહેરુ સરનેમથી પ્રસિદ્ધ થયો. હિન્દુ વંશપરંપરામાં પિતાના આધાર પર પુત્રના ગોત્રનું નિર્માણ થાય છે. જેને જોઈએ તો રાહુલ ગાંધીના દાદા  ફિરોઝ ગાંધી પારસી હતાં. આ કારણે તેમનો દત્તાત્રેય ગોત્ર સંલગ્ન દાવો સાચો હોય તેવું લાગતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news