પ્રેમી જોડાએ એક બીજાની સામે જ ગોળી મારી જીવન ટૂકાવ્યું, મરતા પહેલા લીધી સેલ્ફી

રાજસ્થાનના ચૌહટનમાં ગુરુવારે પ્રેમી યુગલે એકબીજાની સામે ફિલ્મી સ્ટાઈલમાં ગોળી મારીને આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં દહેશતનો માહોલ છે. સ્યુસાઈડ કરતા પહેલા પ્રેમીઓએ દેશી તમંચા સાથે અનેક સેલ્ફી પણ લીધી હતી. 
પ્રેમી જોડાએ એક બીજાની સામે જ ગોળી મારી જીવન ટૂકાવ્યું, મરતા પહેલા લીધી સેલ્ફી

ચૌહટન/ભુપેશ આચાર્ય: રાજસ્થાનના ચૌહટનમાં ગુરુવારે પ્રેમી યુગલે એકબીજાની સામે ફિલ્મી સ્ટાઈલમાં ગોળી મારીને આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં દહેશતનો માહોલ છે. સ્યુસાઈડ કરતા પહેલા પ્રેમીઓએ દેશી તમંચા સાથે અનેક સેલ્ફી પણ લીધી હતી. 

મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે ગામના સ્મશાનમાં એક અવાવરું જગ્યા પર યુવક યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવ્યાં હતાં. બંનેના લોહીથી લથપથ મૃતદેહો જોઈને લોકોની ભીડ ઉમટી પડી. કહેવાય છે કે બંનેએ દેશી તમંચાથી પોત પોતાની કાનપટ્ટી પર ગોળી મારી દીધી. મૃતકોની ઓળખ શંકર જાટ અને અંજૂ સુથાર તરીકે થઈ છે. 

જુઓ LIVE TV

સ્યુસાઈડ કરતા પહેલા પ્રેમીઓએ દેશી તમંચા સાથે અનેક સેલ્ફી પણ લીધી હતી. મળતી માહિતી મુજબ આ મામલે પ્રેમ પ્રસંગ હોવાનો કહેવાઈ રહ્યું છે. આ મામલે બાડમેર પોલીસ સુપ્રીટેન્ડેન્ટ ખુબ ગંભીર જોવા મળી રહ્યાં છે. બાડમેર પોલીસ સુપ્રીટેન્ડેન્ટ રાશી ડોગરાના જણાવ્યાં મુજબ પ્રથમ દ્રષ્ટિએ આ આત્મહત્યા છે. પોલીસ પહેલા આત્મહત્યાની તપાસ કરી રહી છે અને ત્યારબાદ આ બંનેની પાસે દેશી તમંચા કેવી રીતે પહોંચ્યા તેની તપાસ થશે. 

ડોગરાના જણાવ્યાં મુજબ છોકરાના પરિજનોની આ મામલે પૂછપરછ થશે. પશ્ચિમ રાજસ્થાનનું બાડમેર આત્મહત્યાનું કેપિટલ બની રહ્યું છે. દર  બીજા દિવસે અહીં આત્મહત્યાના મામલા સામે આવી રહ્યાં છે પરંતુ પ્રેમ પ્રકરણના પગલે ગોળી મારીને આત્મહત્યા કરવાનો કદાચ પહેલો મામલો છે. મૃતકો પાસે દારૂની બોટલો, સિગરેટ પણ પડેલી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news