Video: રાકેશ ટિકૈતે ગાઝીપુર બોર્ડર પર એક વ્યક્તિને માર્યો લાફો
રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમારી સાથે છેતરપિંડી થઈ છે, એક કોમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, તિરંગાનું અપમાન ખોટુ છે, દીપ સિંદ્ધૂનું કનેક્શન કોની સાથે છે, સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ આ વાતની તપાસ કરવી જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ ગાઝીપુર બોર્ડર પર બબાલ ચાલી રહી છે. એક તરફ પોલીસ કિસાનોના આંદોલનને સમાપ્ત કરવા અને ધરણા સ્થળને ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહી છે તો બીજીતરફ કિસાન નેતા રાકેશ ટિકૈત પણ પાછળ હટવા તૈયાર નથી. આ વચ્ચે ટિકૈતના મંચ પર હંગામો થયો અને એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. આ વ્યક્તિને કિસાન નેતા રાકેશ ટિકૈતે લાફા માર્યા છે. ટિકૈત તેને ભાજપનો કાર્યકર ગણાવી રહ્યો છે. ત્યારબાદ આ યુવકને પોલીસ પોતાની સાથે લઈ ગઈ હતી.
રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમારી સાથે છેતરપિંડી થઈ છે, એક કોમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, તિરંગાનું અપમાન ખોટુ છે, દીપ સિંદ્ધૂનું કનેક્શન કોની સાથે છે, સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ આ વાતની તપાસ કરવી જોઈએ. રાકેશ ટિકૈતે રડતા-રડતા કહ્યુ કે, જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદા પરત લેશે નહીં તો હું આત્મહત્યા કરી લઈશ.
#WATCH: Bharatiya Kisan Union spokesperson Rakesh Tikait slaps a person at Ghazipur border (Delhi-Uttar Pradesh). pic.twitter.com/fhRSbdlhgY
— ANI (@ANI) January 28, 2021
રાકેશ ટિકૈતે આત્મહત્યાની ધમકી આપી
કિસાન નેતા રાકેશ ટિકૈતે આત્મહત્યાની ધમકી આપી છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે રડતા-રડતા કહ્યુ કે, જો ત્રણેય કૃષિ કાયદાને પરત લેવામાં આવશે નહીં તો હું આત્મહત્યા કરી લઈશ. મને કંઈ થયું તો તંત્ર તેનું જવાબદાર હશે. તેમણે કહ્યું કે, હું કિસાનોને બરબાદ થવા દઈશ નહીં.
પ્રશાસન અને ટિકૈતની વાર્તા ફેલ
ગાઝીપુર બોર્ડર પર પ્રશાસન અને રાકેશ ટિકૈત વચ્ચે થઈ રહેલી વાર્તા ફેલ થઈ ગઈ છે. રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો કે, ભાજપના ધારાસભ્ય પોલીસની સાથે આવ્યા છે, તેની ગુંડાગર્દી ચાલશે નહીં.
રાકેશ ટિકૈત ભાજપ પર લગાવ્યા આરોપ
ગાઝીપુર બોર્ડર પર રાકેશ ટિકૈતે કહ્યુ કે, તે સરેન્ડર કરવા ઈચ્છતા હતા, પરંતુ ભાજપના ધારાસભ્યએ અમારા લોકોની સાથે મારપીટ કરી છે. અમને રસ્તામાં મારવાનું પ્લાનિંગ છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમે હવે અહીંથી હટવાના નથી.
ગાઝીપુર બોર્ડર ખાલી કરે કિસાનઃ એસીપી
ગાઝીપુર બોર્ડર પર તૈનાત પ્રીત વિહારના એસીપી વીરેન્દ્ર પુંજે કહ્યુ કે, કિસાનોએ સામેથી ગાઝીપુર બોર્ડર ખાલી કરી દેવી જોઈએ. અમે તો શાંતિની અપીલ પહેલા પણ કરી હતી, આજે પણ કરીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે