ચિરાગ પાસવાને પોતાને ગણાવ્યા શબરીના વંશજ, રામ મંદિર નિર્માણ પર કહી આ વાત

અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Temple) ના ભૂમિ પૂજનને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યાં છે. તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણની આધારશીલા રાખવાના છે. સમગ્ર દેશ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. 

ચિરાગ પાસવાને પોતાને ગણાવ્યા શબરીના વંશજ, રામ મંદિર નિર્માણ પર કહી આ વાત

બ્રજેશ મિશ્રા, નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Temple) ના ભૂમિ પૂજનને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યાં છે. તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે. 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણની આધારશીલા રાખવાના છે. સમગ્ર દેશ તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. 

એનડીએની સહયોગી લોક જનશક્તિ પાર્ટી (LJP)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને મંદિર નિર્માણના નિર્ણયનું સ્વાગત કરતા પોતાને શબરીના વંશજ ગણાવ્યાં છે. ચિરાગે કહ્યું કે હું માતા શબરીનો વંશજ છું. 

તેમણે કહ્યું કે ભગવાન રામનું મંદિર મારા જીવનકાળમાં બને તે મારું સૌભાગ્ય છે. મંદિર નિર્માણ માત્ર માનવ નહીં પરંતુ સમગ્ર જીવજંતુ, પશુ પક્ષી માટે ખુશી અને આત્મસંતુષ્ટિની વાત છે. ચિરાગે કહ્યું કે માતા શબરીની ભક્તિ અને પ્રેમ ભાવની અસર હતી કે કોઈ પણ સંકોચ વગર ભગવાન રામે પ્રેમથી તેમના એંઠા બોર ખાધા. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે વંછિત વર્ગમાંથી આવવા છતાં ભગવાન રામના મનમાં માતા શબરી પ્રત્યે જરાય ભેદભાવની ભાવના નહતી. મંદિર નિર્માણની સાથે સાથે ભગવાન રામના આ વિચારોને અપનાવીને એવા સમાજનું નિર્માણ કરવું પડશે કે જ્યાં કોઈ ભેદભાવ ન હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news