Ration Card: કેન્દ્ર સરકારના એક નિયમથી રાશન કાર્ડધારકોને મોટી રાહત!, દેશભરમાં નવો નિયમ લાગૂ
Trending Photos
Ration Card Latest Update: દેશભરના ગરીબો માટે સરકાર તેમની સુવિધા માટે નવા નવા નિયમો લઈને આવી રહી છે. રાશન કાર્ડથી અનાજ લેનારા માટે મોટા ખુશખબર છે. મોદી સરકારની મહત્વકાંક્ષી વન નેશન વન રાશન કાર્ડ યોજના સમગ્ર દેશમાં લાગૂ થઈ ગયા બાદ તમામ દુકાનો પર ઓનલાઈન ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ એટલે કે પીઓએસ ડિવાઈસ જરૂરી બનાવી દેવાયો છે. સૌથી ખાસ વાત એ છે કે સરકારના આ નિર્ણયની હવે અસર પણ જોવા મળી રહી છે.
તોલમાપમાં ગડબડી નહીં
હકીકતમાં National Food Security Law હેઠળ લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં અનાજ મળી શકે તે માટે કેન્દ્ર સરકારે રાશનની દુકાનો પર ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (EPOS) ડિવાઈસને ઈલેક્ટ્રોનિક ત્રાજવા સાથે જોડવા મામલે ખાદ્ય સુરક્ષા કાયદા નિયમોમાં સંશોધન કર્યું છે.
નવો નિયમ દેશભરમાં લાગૂ
હવે દેશમાં યોગ્ય દરવાળી તમામ દુકાનોને ઓનલાઈન ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ એટલે કે પીઓએસ ડિવાઈસ સાથે જોડી દેવાઈ છે. એટલે કે હવે રાશનના તોલમાપમાં ગડબડીની આશંકા નથી બચી. પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS)ના લાભાર્થીઓને કોઈ પણ ભોગે ઓછું રાશન ન મળે તે માટે રાશન ડીલરોને હાઈબ્રિડ મોડલની પોઈન્ટ ઓફ સેલ મશીન આપવામાં આવી છે. આ મશીનો ઓનલાઈન મોડ સાથે જ નેટવર્ક ન રહેતા ઓફલાઈન પણ કામ કરશે. હવે લાભાર્થી પોતાના ડિજિટલ રાશન કાર્ડના ઉપયોગથી દેશમાં કોઈ પણ ઉચિત દરની દુકાનથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સામાન ખરીદી શકશે.
શું છે નિયમ?
સરકારનું કહેવું છે કે આ સંશોધન એનએફએસએ હેઠળ ટાર્ગેટ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (TPDS) ના સંચાલનની પારદર્શકતામાં સુધારાના માધ્યમથી અધિનિયમની કલમ 12 હેઠળ અનાજના તોલમાપમાં સુધાર પ્રક્રિયાને વધુ આગળ વધારવાનો એક પ્રયત્ન છે. NFSA હેઠળ સરકાર દશના લગભગ 80 કરોડ લોકોને વ્યક્તિ દીઠ પ્રતિ માસ પાંચ કિલો ઘઉ અને ચોખા ક્રમશ: 2-2 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે આપી રહી છે.
શું થયો ફેરફાર
સરકારે કહ્યું કે EPOS ડિવાઈસને યોગ્ય રીતે ચલાવનારા રાજ્યોને પ્રોત્સાહિત કરવા અને 17 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના વધારાના નફાથી બચતને પ્રોત્સાહન આપવા માટે ખાદ્ય સુરક્ષા (રાજ્ય સરકારની સહાયતા નિયમાવલી) 2015ના ઉપનિયમ (2)ના નિયમ 7માં સંશોધન કરાયું છે.
જે હેઠળ પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસની ખરીદી, સંચાલન અને રાખવાના ખર્ચા માટે અપાયેલા વધારાના માર્જિનથી જો કોઈ પણ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશને બચત થાય તો તેને ઈલેસ્ટ્રોનિક ત્રાજવાની ખરીદી, સંચાન અને જાળવણીની સાથે બંનેના એકીકરણ માટે ઉપયોગમાં લાવવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે