જિતિન પ્રસાદ બાદ હવે Sachin Pilot ની ભાજપમાં જોડાવવાની અટકળો, કોંગ્રેસ નેતાએ આપ્યો આ જવાબ
પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખીને ભાજપમાં સામેલ થયા બાદ હવે સચિન પાયલટની ભાજપમાં આવવાની અટકળો તેજ થઈ છે.
Trending Photos
નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખીને ભાજપમાં સામેલ થયા બાદ હવે સચિન પાયલટની ભાજપમાં આવવાની અટકળો તેજ થઈ છે. ભાજપના નેતા રીતા બહુગુણા જોશી(Rita Bahuguna Joshi) એ કહ્યું કે જલદી સચિન પાયલટ ભાજપમાં આવી જશે, આ અંગે તેમને ફોન પણ કર્યો હતો.
કોંગ્રેસના નેતાએ આપ્યું આ નિવેદન
આ નિવેદન બાદ સચિન પાયલટે કહ્યું કે 'રીતા બહુગુણા જોશીએ કહ્યું કે તેમણે સચિન સાથે વાત કરી છે. તેમણે સચિન તેન્દુલકર સાથે વાત કરી હશે. તેમનામાં મારી સાથે વાત કરવાની હિંમત નથી.'
Rita Bahuguna Joshi (BJP leader) has said she has spoken to Sachin. She might have spoken to Sachin Tendulkar. She doesn't have the courage to speak to me: Congress leader Sachin Pilot on Bahuguna's reported statement that he may join BJP soon pic.twitter.com/DLrzUJeF4s
— ANI (@ANI) June 11, 2021
કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા રીતા બહુગુણા જોશી
વર્ષ 2017માં યુપી વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા જ રીતા બહુગુણા જોશીએ કોંગ્રેસનો પંજો છોડીને કમળ પકડી લીધુ હતું. ત્યારબાદ પાર્ટીએ તેમને લખનૌની સીટથી ટિકિટ આપી જ્યાંથી તેઓ વિધાયક હતા. ચૂંટણી જીત્યા બાદ તેમને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા. ત્યારબાદ 2019ની સામાન્ય ચૂંટણીમાં તેમને અલાહાબાદ બેઠકથી લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. યુપીના પૂર્વ સીએમ દિવંગત હેમવતી નંદન બહુગુણાના પુત્રી રીતા બહુગુણા જોશી યુપી કોંગ્રેસના અધ્યક્ષ અને કોંગ્રેસની મહિલા વિંગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે